ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા, મૃતક Bardoli ના રાયડ ગામના વતની

Bardoli : પિસ્ટબર્ગમાં ગુજરાતી મોટેલ માલિકની હત્યા : રાયમના રાકેશ પટેલને અંગત દુશ્મનીથી ગોળી મારી ઠાર કર્યા
10:28 PM Oct 05, 2025 IST | Mujahid Tunvar
Bardoli : પિસ્ટબર્ગમાં ગુજરાતી મોટેલ માલિકની હત્યા : રાયમના રાકેશ પટેલને અંગત દુશ્મનીથી ગોળી મારી ઠાર કર્યા

Bardoli : અમેરિકાના પિસ્ટબર્ગ શહેરમાં ફરી એક વખત ગુજરાતી સમુદાયના યુવકની હત્યા કરવામાં આવી છે. પેન હિલ્સ (પેન્સિલવેનિયા) ટાઉનશિપમાં મોટેલના માલિક અને હાઉસ કીપિંગનું કામ કરતા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના રાકેશ પટેલ (ઉં. 48) પર અચાનક ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી છે. આ અંગત દુશ્મનીથી પ્રેરિત હત્યા માનવામાં આવી રહી છે, અને પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી પકડી લીધો છે. રાયમ ગામ અને પાટીદાર સમાજમાં આ ઘટનાએ શોકનો મોજો ફેલાવી દીધો છે. તાજેતરમાં અમેરિકામાં થયેલી અન્ય ગુજરાતી હત્યાઓ પછી આ ઘટના NRI સમુદાયમાં ભય અને રોષની લાગણી વધી રહી છે.

Bardoli ના રાયડ ગામના વતની

ઘટના તાજેતરમાં પેન હિલ્સના પિસ્ટબર્ગ ટાઉનશિપમાં બનેલી છે. જ્યાં રાકેશ પટેલ તેમના મોટેલમાં હાઉસ કીપિંગનું કામ કરતા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી અંગત દુશ્મનીને કારણે આરોપીએ રાકેશ પર અચાનક ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. "રાકેશભાઈ અહીં ઘણા વર્ષોથી મોટેલ ચલાવતા હતા.

આ પણ વાંચો-Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો નવો કીમિયો, મોપેડનો કર્યો ઉપયોગ

પોલીસે આરોપને ઝડપી લીધો

પેન હિલ્સ પોલીસને ઘટનાની માહિતી મળતાં તરત જ તપાસ શરૂ કરી અને આરોપીને મોટેલની આસપાસથી જ ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી. પોલીસ સ્ત્રોતો અનુસાર, આરોપી (નામ જાહેર નથી) રાકેશ સાથે વ્યાવસાયિક અને અંગત વિવાદમાં જડાયેલો હતો. "આ એક પ્રિ-મેડિટેટેડ અટેમ્પ્ટ છે, અને આરોપી પર હોમિસાઇડના ગંભીર ચાર્જો દાખલ થયા છે. તપાસ ચાલુ છે," તેમ પેન હિલ્સ પોલીસના અધિકારીએ જણાવ્યું.

રાકેશના મોતના સમાચાર રાયમ ગામમાં પહોંચતાં જ ગામડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના તાજેતરમાં અમેરિકામાં થયેલી અન્ય ગુજરાતીઓની હત્યાઓ, જેમ કે ડલાસમાં બીહેડિંગ કેસ પછી બની છે, જે NRI ગુજરાતીઓમાં ભયનો વાતાવરણ ફેલાવી રહી છે. આપણા ગુજરાતીઓ વિદેશમાં મહેનત કરે છે, પણ આવી હત્યાઓથી તેમની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા છે.

3 ઓક્ટોબરે પણ થઈ હતી એક ભારતીયની ગત્યા

સમગ્ર ઘટના શુક્રવાર (3 ઓક્ટોબર, 2025)ની સવારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 25 વર્ષીય ચંદ્રશેખરે હૈદરાબાદમાં BDSની ડિગ્રી મેળ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના ડલાસ ગયો હતા. જ્યાં તે શિક્ષણ મેળવવાની સાથે એક ગેસ સ્ટેશન પર પાર્ટ-ટાઈમ નોકરી પણ કરતો હતો.

મળી રહેલી માહિતી અનુસાર, ઘટનાની સવારે કેટલાક લૂંટારુઓ ગેસ સ્ટેશનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટફાટના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જેમાં ચંદ્રશેખરને છાતીના ભાગે ગોળી વાગી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંદ્રશેખરને સારવાર અર્થે હોસ્પિટલ જતાં દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ડલાસ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો-Sabarkantha : હિંમતનગરમાં AR પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ, રોકાણકારોને 85 લાખ રૂપિયાનો ચૂનો

Tags :
#Americanmurder#BardollyRaim#Gujaratimurder#MotelOwnerHan#PatidarShock#PennHillsPolice#RocketShuttlePistburgBardoli
Next Article