Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai માં વધુ એક લાઈવ મર્ડરની ઘટના વાયરલ, પ્રેમીએ પ્રેમિકાની રસ્તા વચ્ચે કરી ઘાતકી હત્યા...

મુંબઈ (Mumbai)થી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખે છે. આ મર્ડરનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના આજે સવારે લગભગ 8:30 વાગે વસઈ ઇસ્ટ ચિંચવાડા વિસ્તારની જણાવવામાં...
mumbai માં વધુ એક લાઈવ મર્ડરની ઘટના વાયરલ  પ્રેમીએ પ્રેમિકાની રસ્તા વચ્ચે કરી ઘાતકી હત્યા
Advertisement

મુંબઈ (Mumbai)થી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખે છે. આ મર્ડરનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના આજે સવારે લગભગ 8:30 વાગે વસઈ ઇસ્ટ ચિંચવાડા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. જે છોકરીની હત્યા થઇ તેનું નામ આરતી યાદવ છે. 20 વર્ષની આરતીની હત્યા તેના જ બોયફ્રેન્ડ રોહિત યાદવે રસ્તા વચ્ચે બધાની સામે કરી હતી. આ ઘટનાનો વીડિયો રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં રેકોર્ડ થઇ ગયો હતો અને હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા...

વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ભારે ભીડ અહે હલચલ હતી. લોકો ચાલી રહ્યા હતા અને અચાનક છોકરીનો બોયફ્રેન્ડ દોડીને આરતી પાસે આવે છે અને તેને લોખંડના ભારે બ્લેડથી હમલો કરી દે છે. આરોપી છોકરીને ત્યાં સુધી તેનાથી મારે છે જ્યાં સુધી તેની મોત થઇ નથી જતી. વીડિયોમાં એક પણ જોવા મળે છે કે જ્યારે પ્રેમી પ્રેમિકાની હત્યા કરી રહ્યો હતો ત્યારે ત્યાં ઘણાબધા લોકો ફક્ત મુખદર્શક બનીને ઉભા હતા. કોઈ પણ તે છોકરીને બચાવવા આગળ આવ્યા નહતા.

Advertisement

Advertisement

પોલીસે તપાસ હાથ ધરી...

તમને જણાવી દઈએ કે, હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને પોલીસ ઘટનાસ્થળનું પંચનામા કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પ્રેમી અને પ્રેમિકા બંને આજુ બાજુમાં રહે છે એટલે કે પાડોશી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ હતો તેના આક્રોશમાં આવીને પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી.

આ પણ વાંચો : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે મહત્વનો ચુકાદો

આ પણ વાંચો : રાહુલે કેમ પ્રિયંકા માટે વાયનાડ છોડ્યું…?

આ પણ વાંચો : KERALA : એક ભૂલે લીધો 5 ગાયોનો જીવ, મામલો રાજ્યના પશુપાલન મંત્રી સુધી પહોંચ્યો

Tags :
Advertisement

.

×