Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી મોટો હુમલો, અનેક લોકો ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત ( Balochistan) માં જાફર એક્સપ્રેસ ટ્રેન (Jaffer Express) પર ફરી એકવાર મોટો હુમલો થયો છે
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી મોટો હુમલો  અનેક લોકો ઘાયલ
Advertisement
  • બલૂચિસ્તાન પ્રાંતમાં Jaffer Express ટ્રેન પર ફરી એકવાર મોટો હુમલો
  • ટ્રેનના છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા
  • વિદ્રોહીઓએ ટ્રેનના પાટા પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત ( Balochistan) માં જાફર એક્સપ્રેસ ટ્રેન (Jaffer Express) પર ફરી એકવાર મોટો હુમલો થયો છે. બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા જઈ રહેલી આ ટ્રેનને સુલતાનકોટ વિસ્તાર નજીક નિશાન બનાવવામાં આવી હતી. આ વિસ્તાર સિંધ અને બલૂચિસ્તાનની સરહદ પર આવેલો છે.વિદ્રોહીઓએ ટ્રેનના પાટા પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેના કારણે ટ્રેનના છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું.

બલૂચિસ્તાન પ્રાંતમાં Jaffer Express ટ્રેન પર હુમલો

બલૂચ રિપબ્લિક ગાર્ડ્સ (BRG) એ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ટ્રેનમાં પાકિસ્તાની સેનાના જવાનો સવાર હતા, તેથી આ હુમલો કરવામાં આવ્યો હતો. સંગઠને દાવો કર્યો છે કે વિસ્ફોટમાં સેનાના ઘણા જવાનો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓ તરફથી હજુ સુધી કોઈ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.બલૂચ ઉગ્રવાદીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બલૂચિસ્તાન પાકિસ્તાનથી મુક્ત નહીં થાય, ત્યાં સુધી તેમનો સંઘર્ષ અને આવા હુમલાઓ ચાલુ રહેશે.નોંધનીય છે કે હુમલાની જાણ થતાની સાથે જ પાકિસ્તાની સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાસ્થળના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નુકસાનની ભયાનકતા જોવા મળે છે.

Advertisement

Jaffer Express IED બ્લાસ્ટથી કરાયો હુમલો

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના માર્ચ મહિનામાં પણ બલૂચ બળવાખોરોએ આ જ જાફર એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવી હતી. તે સમયે, બોલાન પાસ નજીક ટ્રેન પર IED બ્લાસ્ટથી હુમલો કરાયો હતો, જેમાં પાટા ઉડી ગયા હતા અને કેટલાક સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. ઘણા કલાકોની કાર્યવાહી બાદ પાકિસ્તાની સૈનિકો ટ્રેનને મુક્ત કરાવી શક્યા હતા.બલૂચિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ અને બલૂચ ઉગ્રવાદીઓના હુમલાઓ સતત વધી રહ્યા છે, જે પાકિસ્તાન સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.

Advertisement

આ પણ વાંચો :  ટેરિફ મુદ્દે રાષ્ટ્રપતિ Trump નું નવું ગતકડું! US માં ટ્રકોની આયાત પર આ તારીખથી 25 ટકા ટેરિફ લાગુ થશે

Tags :
Advertisement

.

×