Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ, 24 વર્ષથી રાજ્ય-કેન્દ્રમાં નેતૃત્વ કરનાર એકમાત્ર નેતા PM Modi

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા
દેશના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ  24 વર્ષથી રાજ્ય કેન્દ્રમાં નેતૃત્વ કરનાર એકમાત્ર નેતા pm modi
Advertisement
  • PM નરેન્દ્ર મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ
  • સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM
  • વડાપ્રધાન તરીકે 4078 દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજનીતિક ઈતિહાસમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નરેન્દ્ર મોદી સતત સૌથી વધુ સમય સુધી પીએમ રહેનારા બીજા નેતા બન્યા છે. તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં 4 હજાર 78 દિવસ પૂર્ણ કર્યા છે. તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે 4077 દિવસ સેવા આપી હતી.

PM Modi સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન

પીએમ મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન છે, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી વડા પ્રધાન છે, અને બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન છે. PM Modi બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા અને બહુમતી સાથે બે વાર ફરીથી ચૂંટાયેલા પ્રથમ અને એકમાત્ર બિન-કોંગ્રેસી નેતા પણ છે, જેનાથી તેઓ લોકસભામાં પોતાના દમ પર બહુમતી મેળવનારા એકમાત્ર બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા છે. વધુમાં, તેઓ 1971માં ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરનારા પ્રથમ વર્તમાન વડાપ્રધાન હતા.

Advertisement

સૌથી વધુ દિવસ PM તરીકે જવાહરલાલ નેહરૂનો 6126 દિવસનો કાર્યકાળ

નેહરુ સિવાય પીએમ મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે પાર્ટીના નેતા તરીકે સતત ત્રણ ચૂંટણીઓ જીતી છે. તેઓ ભારતના બધા વડાપ્રધાનો અને મુખ્યમંત્રીઓમાં એકમાત્ર એવા નેતા છે જેમણે પાર્ટીના નેતા તરીકે સતત છ ચૂંટણીઓ જીતી છે. 2002, 2007, 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દિવસ PM તરીકે જવાહરલાલ નેહરૂનો 6126 દિવસનો કાર્યકાળ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Somnath Temple: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

Tags :
Advertisement

.

×