ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Godhra : નવરાત્રિના ગરબા રમી પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો

Godhra માં ગરબા પછી પરિવાર પર હુમલો : 6 આરોપીઓની મારપીટ, વીડિયો વાયરલ
09:26 PM Sep 28, 2025 IST | Mujahid Tunvar
Godhra માં ગરબા પછી પરિવાર પર હુમલો : 6 આરોપીઓની મારપીટ, વીડિયો વાયરલ

ગોધરા : પંચમહાલ જિલ્લાના ગોધરા ( Godhra ) શહેરમાં નવરાત્રિના ઉત્સાહમાં વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. કાર પાછી લેવાનું કહેવા જેવી નજીવી બાબતે પરિવાર પર અસમાજિત તત્વોએ હુમલો કરી દીધો હતો. ગરબા રમીને પરત ફરતા એક પરિવાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. મોતીબાગ પાર્ટી પ્લોટમાં યોજાયેલા રમઝટ ગરબા મહોત્સવના પાર્કિંગ વિસ્તારમાં આ ઘટના બની છે.

જ્યાં 6 જેટલા અસામાજિક વ્યક્તિઓએ પરિવારના સભ્યોને ઢોર માર માર્યો છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગોધરા 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- Ahmedabad: હોર્ડિંગ લગાવતા સાતમા માળેથી નીચે પટકાયા 3 શ્રમિક આ CCTV તમને હચમચાવી દેશે!

મળી રહેલી માહિતી અનુસાર, એકટીવા સવાર પિતા અને પુત્રી પાર્કિંગ વિસ્તારની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન પોતાની દિકરીના કપડા કારના આગળના ટાયરમાં આવી જતાં પિતાએ કાર ચાલકને થોડી પાછળ લેવાનું કહ્યું હતું. પરંતુ કારમાં સવાર યુવકે કાર હટાવવાની જગ્યાએ કાર દીકરી ઉપર ચડાવી દેવાની ધમકી આપીને પિતા ઉપર કર્યો હુમલો કરી દીધો હતો.

ઘટના સમયે ઉપસ્થિત અન્ય લોકોએ હુમલાખોરોને અટકાવવાનો પ્રયાસ કરતા હુમલાખોરો દ્વારા ઝઘડો રોકવાનો પ્રયત્ન કરનાર લોકો સાથે પણ મારામારી કરવામાં આવી હતી.

આમાં પુત્રીના પિતા અને પિતરાઈ ભાઈને ટાર્ગેટ બનાવીને માર મારવામાં આવ્યો જેનાથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. અન્ય લોકોએ હુમલાખોરોને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના પણ સાથે મારામારી કરવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે આરોપીઓ પરિવાર પર હુમલો કરી રહ્યા છે. તો આસપાસના લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ગોધરા 'બી' ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યોની ફરિયાદ પર 6 આરોપીઓ વિરુદ્ધ IPC કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મારપીટ, ગંભીર ઇજા પહોંચાડવા અને ધમકી આપવાનો સમાવેશ થાય છે. પોલીસે વીડિયો ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ઓળખ કરી છે, અને તેમને ઝડપી લેવાની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો- Dwarka : ઓખા બંદર પર 3 નંબર સિગ્નલ : 50 કિમી/કલાક પવનની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Tags :
#Garbabeating#Godhraattack#Motibaugparking#Navratriviolence#PanchmahalGarbaAntiSocialElementspolicecomplaint
Next Article