Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અસામાજીક તત્વોએ આતંક મચાવી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) માં પોલીસની ફરી એક વાર આબરુ ગઇ છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં અસામાજીક તત્વોએ બેફામ બનીને હિરાવાડી વિસ્તારમાં 8થી વધુ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો છે. અસામાજીક તત્વોએ મહિલાને ચાકૂ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ...
ahmedabad   અસામાજીક તત્વોએ આતંક મચાવી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો
Advertisement

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) માં પોલીસની ફરી એક વાર આબરુ ગઇ છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં અસામાજીક તત્વોએ બેફામ બનીને હિરાવાડી વિસ્તારમાં 8થી વધુ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો છે. અસામાજીક તત્વોએ મહિલાને ચાકૂ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અસામાજીક તત્વોએ હાહાકાર મચાવીને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો

અસામાજીક તત્વોએ હાહાકાર મચાવીને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. હિરાવાડીના ગભરાયેલા સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગત રાત્રીએ 10 કે 10-30 વાગ્યાના અરસામાં એક બાઇક પર ત્રણ-ત્રણ જણા બેસીને ઘણા બધા છોકરાઓ એકદમ ધસી આવ્યા હતા અને અચાનક જ પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ શરુ કરી દીધી હતી.

Advertisement

Advertisement

ઓટો રિક્ષા, કાર અને બાઇકની તોડફોડ કરી

આસામાજીક તત્વોએ હિરાવાડી વિસ્તારમાં જી.ડી સ્કૂલ રોડ પર અંબિકા નગરમાં પાર્ક કરેલા 8થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. ઘટનાના પગલે લોકો ગભરાઇ ગયા હતા. લોકો કંઇ સમજે તે પહેલાં જ આ અસામાજીક તત્વો તોડફોડ કરીને ભાગી ગયા હતા. આ તત્વોએ ઓટો રિક્ષા, કાર અને બાઇકની તોડફોડ કરી હતી.

વૃદ્ધાને ગુપ્તી જેવું હથિયાર બતાવી ધમકી પણ આપી

લોકોએ જણાવ્યું કે આ છોકરાઓએ એક વૃદ્ધાને ગુપ્તી જેવું હથિયાર બતાવી ધમકી પણ આપી હતી અને એક યુવકને પણ માર માર્યો હતો. ઘટના બાદ આ તત્વો ભાગી જતાં લોકો બહાર આવ્યા હતા અને લોકોના ટોળાં ભેગા થઇ ગયા હતા.

પોલીસ અડધો કલાક મોડી આવી

લોકોએ તુરત જ આ મામલે પોલીસને જાણ કરી હતી. જો કે લોકોએ આક્ષેપ કર્યો કે પોલીસને જાણ કરવા છતાં પોલીસ અડધો કલાક મોડી આવી હતી અને કોઇ જ કાર્યવાહી કરી ન હતી.

પેટ્રોલિંગ વધારવા માટે સ્થાનિકોએ માગ કરી

લોકોએ સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ જણાવ્યું કે આ ઘટનાથી બધા ભયભીત થઇ ગયા છે અને રાત્રે મહિલાઓ અને બાળકો ઘરની બહાર કેવી રીતે નિકળશે તે પ્રશ્ન છે. ઘટના બાદ પેટ્રોલિંગ વધારવા માટે સ્થાનિકોએ માગ કરી હતી. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી અને કોણે તોડફોડ શરુ કરી તે દિશામાં તપાસ કરી છે.

આ પણ વાંચો---- Surendranagar : માતાનો વાંક માત્ર એટલો જ કે તેણે…!

આ પણ વાંચો----- Surat : ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવતીને ધમકી મળતા ખળભળાટ

Tags :
Advertisement

.

×