Apple કંપનીએ નવા CEO ની શોધ શરૂ કરી, પ્રબળ દાવેદારનું નામ સામે આવ્યું
- એપલ કંપનીના નેતૃત્વને લઇને મોટો દાવો સામે આવ્યો છે
- કંપનીએ નવા સીઇઓની શોધ તેજ કરી હોવાનો અહેવાલમાં દાવો કરાયો
- કંપનીના હાર્ડવેર એન્જિનિયરીંગના સિનિયર VP પ્રબળ દાવેદાર હોવાની ચર્ચા
Apple Company Search For CEO : વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક, Apple Company માં એક મોટો ફેરફાર થવાનો છે. આઇફોન બનાવતી દિગ્ગજ કંપની હવે તેના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની શોધમાં લાગી છે. ટિમ કૂક (Tim Cook - Apple CEO) છેલ્લા 14 વર્ષથી આ પદ સંભાળી રહ્યા છે, જે એપલને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. પરંતુ હવે, સંકેતો સ્પષ્ટ છે કે, નજીકના ભવિષ્યમાં કોઈ નવો નેતા એપલ કંપનીનો મહત્વનો હવાલો સંભાળી શકે છે. દરમિયાન, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે, એપલનો નવો સીઈઓ કોણ બનશે ?
રિપોર્ટમાં મોટો ખુલાસો
અહેવાલ મુજબ, Apple Company તેના ઉત્તરાધિકારીને શોધવાના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે અને ટિમ કૂકના ઉત્તરાધિકારીની ઔપચારિક (Next Apple CEO Search) શોધ શરૂ કરી દીધી છે. સૂત્રો કહે છે કે, કૂક (Tim Cook - Apple CEO) આવતા વર્ષ સુધીમાં સીઈઓ પદ છોડી શકે છે, અને કંપની આ બદલાવનું કાળજીપૂર્વક આયોજન કરી રહી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપલના બોર્ડ અને ટોચના અધિકારીઓ તાજેતરના મહિનાઓમાં કૂકના (Tim Cook - Apple CEO) રાજીનામા અને નેતૃત્વ પરિવર્તનની તૈયારીઓ અંગે તીવ્ર ચર્ચામાં છે. જો કે, કંપનીએ આ બાબતે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી.
એપલના નવા સીઈઓ કોણ હશે ?
સૌથી આગળ જોન ટર્નસ (John Ternus) છે, જે એપલના હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ ઘણા વર્ષોથી એપલના આઇફોન, આઈપેડ અને મેક પ્રોજેક્ટ્સમાં મુખ્ય વ્યક્તિ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે, જોન ટર્નસ (John Ternus) એપલની આગામી ટેકનોલોજી અને નવી પ્રોડક્ટ્સનું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ બની શકે છે. ટર્નસ (John Ternus) તેમના એન્જિનિયરિંગ કૌશલ્ય, શાંત નેતૃત્વ શૈલી અને એપલના સંચાલનની ઊંડી સમજ માટે જાણીતા છે. જો તેઓ સીઈઓ બને છે, તો તે એપલ માટે ટેકનોલોજી-સંચાલિત નેતૃત્વના નવા યુગની શરૂઆત કરી શકે છે.
હવે શોધ શા માટે તીવ્ર બની છે ?
અમેરિકન મીડિયા અહેવાલો સૂચવે છે કે, ટિમ કૂકની ઉંમર (તેઓ હવે 64 વર્ષના છે), લાંબા કાર્યકાળ અને ભવિષ્યની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને આ ફેરફાર સ્વાભાવિક છે. એપલ અચાનક નેતૃત્વ પરિવર્તન ઇચ્છતું નથી, તેથી વ્યાપક આયોજન પહેલાથી જ ચાલી રહ્યું છે.
ઔપચારિક જાહેરાત ક્યારે કરવામાં આવશે ?
અહેવાલો અનુસાર, એપલ જાન્યુઆરીના અંતમાં કમાણી અહેવાલ પહેલાં તેના આગામી સીઈઓની જાહેરાત કરશે નહીં, જે કંપની માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ સમય છે કારણ કે, આ સમયે હોલીડે સિઝનના વેચાણ ડેટા રજૂ કરવામાં આવે છે.
આ પણ વાંચો ----- સોના-ચાંદીમાં મોટો કડાકો: 10 ગ્રામ સોનું રૂ. 1960 તૂટ્યું, જુઓ આજના નવા ભાવ


