Apple અને Elon Musk ની Starlink વચ્ચે મોટા સોદાની શક્યતા, iPhone યુઝર્સને મળશે ફાયદો
- એપલ અને સ્ટાર લિંક વચ્ચે મોટી ડીલ સાઇન થવા જઇ રહી છે
- આગામી આઇફોનની શ્રેણીમાં સ્ટારલિંકનો ઉપયોગ કરાય તેવી વકી
- સ્ટાર લિંક અને ગ્લોબલ સ્ટાર વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે
Apple And Starlink Deal : Apple ના આગામી આઇફોનમાં Starlink સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે છે. જેથી iPhone ના વપરાશકર્તાઓ નેટવર્ક વિના પણ કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. અહેવાલો અનુસાર, Apple અને Elon Musk ની કંપની Starlink વચ્ચે ટૂંક સમયમાં એક મોટી ડીલ થવાની છે. હાલમાં, એપલના આઇફોન GlobalStar દ્વારા સેટેલાઇટ સેવા પ્રદાન કરે છે, આ સેવા ફક્ત થોડા પસંદગીના દેશોમાં જ ઉપલબ્ધ છે.
નેટવર્ક વિના કોલિંગ
Starlink ની સેટેલાઇટ સેવા વિશ્વભરના 100 થી વધુ દેશોમાં પહોંચી ગઈ છે. Starlink Satellite સેવા ટૂંક સમયમાં ભારતમાં શરૂ થવાની ધારણા છે. કંપની સ્ટારલિંકના સેટેલાઇટ્સ પર આધારિત આઇફોન 18 શ્રેણીમાં સેટેલાઇટ કનેક્ટિવિટીની ઓફર કરી શકે છે. જેથી યુઝર્સ નેટવર્ક વિના SOS (ઇમરજન્સી) કૉલ્સ કરી શકશે. ઇન્ફર્મેશન પોર્ટલે અહેવાલ આપ્યો છે કે, આ યોજના 2026 માં લોન્ચ થવાની ધારણા છે તે આઇફોન 18 શ્રેણીમાં ગ્લોબલસ્ટારને બદલે સ્ટારલિંક સેટેલાઇટ કનેક્ટિવિટી હશે.
100 થી વધુ દેશોમાં સેવા ઉપલબ્ધ
એલોન મસ્કની કંપની સ્ટારલિંકે યુએસના અગ્રણી ટેલિકોમ ઓપરેટર T-Mobile સાથે ભાગીદારીમાં ડાયરેક્ટ-ટુ-મોબાઇલ સેવાનું પરીક્ષણ કર્યું છે. જો એપલ અને સ્ટારલિંક વચ્ચેનો આ સોદો પાર પડશે, તો તેનો ફાયદો એપલ અને સ્ટારલિંક બંનેને થશે. ગ્લોબલસ્ટારની સેટેલાઇટ સેવા યુએસ અને યુરોપના પસંદગીના દેશો સુધી મર્યાદિત છે, જે આઇફોન પર ઉપલબ્ધ સેટેલાઇટ કનેક્ટિવિટીની વ્યાપક ઍક્સેસને અટકાવે છે. સ્ટારલિંકની સેવા 100 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જે આઇફોન વપરાશકર્તાઓને વ્યાપક લાભો પ્રદાન કરે છે.
એપલ ફોલ્ડ ફોન લોન્ચ કરી શકે છે
આઇફોન 18 શ્રેણીની વાત કરીએ તો, આ આગામી એપલ ફોનની શ્રેણી આવતા વર્ષે ઘણી નવી સુવિધાઓ સાથે લોન્ચ થશે. એપલ આવતા વર્ષે તેનો પહેલો ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કરી શકે છે. વપરાશકર્તાઓ લાંબા સમયથી એપલના પહેલા ફોલ્ડેબલ ફોનની રાહ જોઈ રહ્યા છે. કંપની 2022 થી તેના ફોલ્ડેબલ ડિવાઇસ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો ----- AI ચેટબોટને "Please" અને "Thank You" કહેવાનું ટાળો, જાણો નુકશાન