Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એપલ ઇવેન્ટ 2025 : iPhone 17, iPhone Air અને Pro મોડલ્સ લોન્ચ, જાણો શું છે વિશેષતાઓ

એપલ ઇવેન્ટ 2025 : iPhone 17 Air સૌથી પાતળું મોડલ, ₹1,19,900થી શરૂ, Pro Max ₹1,64,990
એપલ ઇવેન્ટ 2025   iphone 17  iphone air અને pro મોડલ્સ લોન્ચ  જાણો શું છે વિશેષતાઓ
Advertisement
  • એપલ ઇવેન્ટ 2025 : iPhone 17 Air સૌથી પાતળું મોડલ, ₹1,19,900થી શરૂ, Pro Max ₹1,64,990
  • iPhone 17 સિરીઝ લોન્ચ: A19 ચિપ, 48MP કેમેરા, 120Hz ડિસ્પ્લે; ભારતમાં કિંમત ₹79,900થી
  • Apple Watch Series 11 અને Ultra 3: હાઈ બ્લડ પ્રેશર ટ્રેકિંગ, 5G, 42 કલાક બેટરી
  • AirPods Pro 3: 2x ANC, હાર્ટ રેટ સેન્સિંગ, ₹25,900માં લોન્ચ; 19 સપ્ટેમ્બરથી વેચાણ
  • એપલનું 'Awe Dropping' ઇવેન્ટ: iPhone 17 Air સાથે Watch SE 3, Ultra 3; AI ફીચર્સ iOS 26માં

નવી દિલ્હી : એપલનું 'Awe Dropping' ઇવેન્ટમાં પોતાનો સૌથી શાનદાર મોબાઈલ લોન્ચ કરી દીધો છે, જેમાં કંપનીએ લેટેસ્ટ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને નવું iPhone Air (પ્લસ મોડલની જગ્યાએ) લોન્ચ કરીને લોકોની આતુરતાનો અંત લાવી દીધો છે. આ ઇવેન્ટમાં iPhone સાથે Apple Watch Series 11, Apple Watch Ultra 3, Apple Watch SE 3 અને AirPods Pro 3 પણ જાહેર થયા છે. આ બધા ઉત્પાદનો iOS 26 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે, જેમાં 'Liquid Glass' ડિઝાઇન લેંગ્વેજનો સમાવેશ થાય છે. ચાલો, બધા મોડલ્સની વિશેષતાઓ અને ભારતમાં કિંમત જાણીએ...

iPhone Air કિંમત ભારતમાં કેટલી

iPhone Airને ભારતમાં ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 256GB, 512GB અને 1TB સ્ટોરેજ ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત ₹1,19,900 છે. USમાં તે $899થી શરૂ થાય છે, જે ભારતીય કિંમતને અનુરૂપ છે (ટેક્સ સહિત). આ મોડલને iPhone 16 Plusની જગ્યાએ રજૂ કરવામાં આવ્યું છે. તેને એપલનું સૌથી પાતળું iPhone ગણાવવામાં આવ્યું છે (માત્ર 5.6mm જાડાઈ).

Advertisement

Advertisement

તેમાં 6.5-ઇંચની 120Hz ProMotion OLED ડિસ્પ્લે છે, જેની પીક બ્રાઇટનેસ 3,000 નિટ્સ છે. Ceramic Shield સાથે તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. રિયર કેમેરા સિંગલ 48-મેગાપિક્સલ છે, જે 2x ટેલિફોટો સપોર્ટ કરે છે. તે eSIM-ઓન્લી છે, અને MagSafe બેટરી પેક સાથે આવે છે, જે સિંગલ ચાર્જમાં 40 કલાકની બેટરી લાઈફ આપે છે. એપલ કહે છે કે આ મોડલને બેટરી જગ્યા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

iPhone 17 સિરીઝની કિંમત અને વિશેષતાઓ

iPhone 17: USમાં $799થી શરૂ તો ભારતમાં ₹79,900થી કિંમત શરૂ થાય છે. 6.3-ઇંચની 120Hz ProMotion OLED ડિસ્પ્લે, A19 ચિપ (3nm પ્રોસેસ), 48MP ડ્યુઅલ રિયર કેમેરા (2x ટેલિફોટો સપોર્ટ), 24MP સેલ્ફી કેમેરા (સૌથી મોટો સેલ્ફી સેન્સર). Ceramic Shield 2 સાથે 3x સ્ક્રેચ રેઝિસ્ટન્સ, 7-લેયર એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગ. એલ્યુમિનિયમ અને ગ્લાસ બિલ્ડ, 6-કોર CPU (2 પર્ફોર્મન્સ + 4 ઇફિશિયન્સી કોર્સ) અને 5-કોર GPU. પાંચ કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ, અને તેમાં iOS 26 સાથે AI ફીચર્સ છે.

iPhone 17 Pro : USમાં $1,099થી, ભારતમાં ₹1,24,990થી કિંમત શરૂ થાય છે. ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ (48MP ફ્યુઝન પ્રાઇમરી, ટેટ્રાપ્રિઝમ ટેલિફોટો 8x ઑપ્ટિકલ/40x હાઈબ્રિડ ઝૂમ), 18MP સેલ્ફી કેમેરા (સેન્ટર સ્ટેજ સપોર્ટ). A19 Pro ચિપ, વેપર ચેમ્બર કૂલિંગ (40% વધુ સસ્ટેઈન્ડ પર્ફોર્મન્સ).

iPhone 17 Pro Max: USમાં $1,199થી તો ભારતમાં ₹1,64,990થી તેની કિંમત શરૂ થાય છે. તેમની જેમ જ કેમેરા અને ચિપ પરંતુ મોટી 6.9-ઇંચ ડિસ્પ્લે અને 5,000mAh બેટરી (સૌથી મોટી iPhone બેટરી). 256GBથી શરૂ થાય છે.

Apple Watch Series 11, Ultra 3 અને SE 3ની વિશેષતાઓ

એપલે ત્રણ નવા Apple Watch મોડલ્સ લોન્ચ કર્યા છે, જે watchOS 26 પર આધારિત છે. તેમાં હાઈપરટેન્શન નોટિફિકેશન (1 મિલિયનથી વધુ લોકોને અનડાયગ્નોસ્ડ હાઈ બ્લડ પ્રેશર માટે), સ્લીપ સ્કોર એનાલિસિસ, 5G કનેક્ટિવિટી અને વધુ ડ્યુરેબિલિટી આપે છે.

Apple Watch Series 11 : $399થી, 42 કલાક બેટરી (લો પાવર મોડમાં 72 કલાક), LTPO3 વાઈડ-એંગલ OLED (સૌથી મોટો સ્ક્રીન), S11 ચિપ ઉપર આધારિત છે. હાઈ બ્લડ પ્રેશર ડિટેક્શન, સેટેલાઈટ મેસેજિંગ, 5G, જેટ બ્લેક, સિલ્વર, રોઝ ગોલ્ડ, સ્પેસ ગ્રે કલર્સમાં આવે છે.

Apple Watch Ultra 3 : $799થી 42 કલાક બેટરી (લો પાવરમાં 72 કલાક), મોટો LTPO3 OLED (બ્રાઈટર એંગલ્સમાં), S11 ચિપ ઉપર ચાલે છે. હાઈ બ્લડ પ્રેશર, સેટેલાઈટ કનેક્ટિવિટી (ઈમર્જન્સી SOS), 5G સપોર્ટ કરે છે. બ્લેક અને નેચરલ ટાઈટેનિયમ કલર્સ. વર્કઆઉટ બડી (Apple Intelligence પાવર્ડ મોટિવેશન) જેવા ફિચર્સ આને શાનદાર બનાવે છે.

Apple Watch SE 3 : $249થી, S11 ચિપ, મોટો ડિસ્પ્લે, 5G RedCap, હાર્ટ રેટ, SpO2, સ્લીપ ટ્રેકિંગ. પ્લાસ્ટિક કેસિંગ, હેલ્થ ફીચર્સ (બ્લડ પ્રેશર નહીં) આપવામાં આવ્યા છે.

AirPods Pro 3 કિંમત ભારતમાં : કેટલી છે કિંમત?

AirPods Pro 3ને ભારતમાં ₹25,900ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રી-ઓર્ડર આજથી શરૂ અને 19 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ કરવામાં આવશે. USમાં $249થી તેની કિંમત ચાલું થાય છે. તેમાં વર્લ્ડ્સ બેસ્ટ ANC (પહેલાના મોડલ કરતાં 2x વધુ), H3 ચિપ, હાર્ટ રેટ સેન્સિંગ, લાઈવ ટ્રાન્સલેશન (રીઅલ-ટાઈમ ભાષા અનુવાદ) જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 6 કલાક ANC સાથે બેટરી (કેસ સાથે 30 કલાક), IP57 સ્વેટ/વોટર રેઝિસ્ટન્ટ, 5 eartip સાઈઝ. વાઈડન્ડ સાઉન્ડ સ્ટેજ અને એડેપ્ટિવ ટ્રાન્સપેરન્સી 2.0 જેવા ફિચર્સ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો- Apple ઇવેન્ટમાં લોન્ચ થયા Apple Watch ના આ મોડલ,જાણો કિંમત અને ફિચર્સ

Tags :
Advertisement

.

×