Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli: બાયડના આંબલિયારા નજીક ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને બાળકનું મોત

Aravalli: કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત કાર સાથે ટક્કર થયા બાદ બાઈકમાં લાગી આગ અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને થયો ફરાર Aravalli: બાયડના આંબલિયારા નજીક ગંભીર અકસ્માત થયો છે. જેમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત...
aravalli  બાયડના આંબલિયારા નજીક ગમખ્વાર અકસ્માત  પતિ પત્ની અને બાળકનું મોત
Advertisement
  • Aravalli: કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • કાર સાથે ટક્કર થયા બાદ બાઈકમાં લાગી આગ
  • અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને થયો ફરાર

Aravalli: બાયડના આંબલિયારા નજીક ગંભીર અકસ્માત થયો છે. જેમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયુ છે. કાર સાથે ટક્કર થયા બાદ બાઈકમાં આગ લાગી હતી. જેમાં અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે. તથા સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક જ પરિવારના 3 સભ્યનાં મોતથી પરિવારમાં શોક છવાયો

એક જ પરિવારના 3 સભ્યનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે. જેમાં બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે એક તેજ રફતાર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેથી બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો હતો.

Advertisement

સામેથી આવતી બલેનો કાર (નં. GJ 01 HY 0804) સાથે ટકરાયા

સામેથી આવતી બલેનો કાર (નં. GJ 01 HY 0804) સાથે ટકરાયા હતા. કારચાલકે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં પિતા યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને બાળક ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બંનેનાં પણ મોત થયાં.

Advertisement

આંબલિયારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો

ઘટનાની જાણ થતાંની સાથે લોકોનાં ટોળાં ઊમટયાં હતાં, આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે વાહનચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. અકસ્માત બાદ કારચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: Surat Police: સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવી પડી ભારે

Tags :
Advertisement

.

×