Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modiના ઘેર નવા મહેમાનનું આગમન, જુઓ વીડિયો....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘેર એક નવા મહેમાનનું આગમન તેમણે નવા મહેમાનનું નામકરણ પણ કર્યું વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો વડાપ્રધાને આ નવા મહેમાન સાથેનો ખાસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો NEW GUEST AT...
pm modiના ઘેર નવા મહેમાનનું આગમન  જુઓ વીડિયો
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘેર એક નવા મહેમાનનું આગમન
  • તેમણે નવા મહેમાનનું નામકરણ પણ કર્યું
  • વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો
  • વડાપ્રધાને આ નવા મહેમાન સાથેનો ખાસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

NEW GUEST AT PM HOUSE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘેર એક નવા મહેમાનનું આગમન (NEW GUEST AT PM HOUSE) થયું છે. વડાપ્રધાને આ નવા મહેમાન સાથેનો ખાસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમણે નવા મહેમાનનું નામકરણ પણ કર્યું છે.

તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે

વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે જે પણ કરે છે, તે તેમના ફોલોઅર્સ સાથે શેર કરે છે. આજે તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે અને આ મહેમાનનું નામ પણ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો----સિંગાપોરમાં PM Modi નો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ Video

PMએ શું કર્યું પોસ્ટ?

પીએમ મોદીએ કહ્યું, 'આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે - ગાવ: સર્વસુખ પ્રદા. રાજધાનીમાં લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન આવાસ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું છે.

પીએમ મોદીએ તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેને જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોમાં વડાપ્રધાન મોદી ગાયના બચ્ચાને પ્રેમ કરતા જોવા મળે છે. તે તેના પર તિલક લગાવે છે અને તેને ફૂલોની માળા પહેરાવે છે. આ પછી, તે તેને ખોળામાં લઈને બગીચામાં ફરતા જોવા મળે છે.

આ પણ વાંચો----PM Narendra Modi આવશે Gujaratની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×