ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Arvalli: મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ, હોમગાર્ડ સહિત 6 લોકોને ઇજા

અરવલ્લી મેઘરજનગરમાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલો હાલ મેઘરજમાં અજંપા ભરી શાંતિ જૂથ અથડામણ માં એક હોમગાર્ડ સહિત 6 ને ઇજા ટોળા એ એક કાર ના કાચ તોડી નુકશાન પહોચાડ્યું Arvalli:અરવલ્લીના મેઘરજમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી આ...
09:14 AM Dec 07, 2024 IST | Hiren Dave
અરવલ્લી મેઘરજનગરમાં મોડી રાત્રે જૂથ અથડામણ મામલો હાલ મેઘરજમાં અજંપા ભરી શાંતિ જૂથ અથડામણ માં એક હોમગાર્ડ સહિત 6 ને ઇજા ટોળા એ એક કાર ના કાચ તોડી નુકશાન પહોચાડ્યું Arvalli:અરવલ્લીના મેઘરજમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી આ...

Arvalli:અરવલ્લીના મેઘરજમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી આ અથડામણમાં હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાહર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડયા હતા અને હાલમાં મેઘરજમાં અજંપાભરી સ્થિતિ છે,પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ નોંધી છે,અને સામસામે પક્ષે ગુનો નોંધ્યો છે.

ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડયા

મેઘરજમાં ધાર્મિક સ્થાન પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી જેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી,પોલીસે હાલમાં મેઘરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે આ જૂથ અથડામણમાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને વાહનોને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.અરવલ્લી જિલ્લાની અલગ-અલગ પોલીસ સ્ટેશનની પોલીસને હાલમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.જૂથ અથડામણ કેમ થઈ તેની પાછળનું કારણ અકબંધ છે,પરંતુ પોલીસે હાલમાં સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી દીધો છે.

આ પણ  વાંચો -અરવલ્લીમાં ધાર્મિક સ્થાને જૂથ અથડામણ થઈ, અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી

પથ્થરમારો થયો

મેઘરજ આમ તો અરવલ્લી જિલ્લાનું નાનું ગામ છે અને અચાનક આ ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને બન્ને પક્ષો સામસામે આવીને પથ્થરમારો કરવા લાગ્યા હતા,આ પહેલેથી પ્લાનિંગ હતુ કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,કેમકે એક સાથે આટલા પથ્થરો કયાથી આવે તે પણ એક સવાલ છે,ત્યારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે,ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લાના એસપી પણ પોલીસ સ્થળે પહોંચ્યા હતા અને તમામ માહિતી મેળવી રહ્યાં છે.

આ પણ  વાંચો -કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah ગુજરાતની મુલાકાતે,BAPS આયોજિત કાર્યકર્તા સંમેલનમાં રહેશે હાજર

પોલીસનું સવારથી પેટ્રોલિંગ શરૂ

આ સમગ્ર મામલે પહેલા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કર્યુ હતુ,ધાર્મિક સ્થળની અંદર જઈને પણ પોલીસે તપાસ હાથધરી છે,આ કરાવવા પાછળનું કારણ શું તેને લઈ પોલીસ પણ તપાસ કરી રહી છે,અમુક વાહનોને તો એટલું નુકસાન થયુ છે કે વાહનો જ તૂટી ગયા તેવી સ્થિતિ છે,ત્યારે પોલીસ અને સ્થાનિકો એક જ આશા રાખીને બેઠા છે કે જે પણ તકલીફ હોય તેનું નિરાકરણ આવે અને ફરીથી આવી સ્થિતિ ના સર્જાય.

Tags :
AravalliGroupclashGujaratFirstMegharajpoliceactionPublicSafety
Next Article