Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI ફરી વડાપ્રધાન બનતાં અમેરિકન ભારતીય નાગરિકોમાં ખુશીનો માહોલ

American Indians : લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. અમેરિકન ભારતીયો (American Indians) માં પણ આ અંગે ખુશી નો માહોલ છે.ભારતના એનઆરઆઈ નાગરિકોમાં મોદીની લોકપ્રિયતા ખૂબ છે જે કારણે તેઓ મોદીના વડાપ્રધાન પદ ના...
pm modi ફરી વડાપ્રધાન બનતાં અમેરિકન ભારતીય નાગરિકોમાં ખુશીનો માહોલ
Advertisement

American Indians : લોકસભા ચૂંટણીમાં એનડીએની બહુમતી મળતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. અમેરિકન ભારતીયો (American Indians) માં પણ આ અંગે ખુશી નો માહોલ છે.ભારતના એનઆરઆઈ નાગરિકોમાં મોદીની લોકપ્રિયતા ખૂબ છે જે કારણે તેઓ મોદીના વડાપ્રધાન પદ ના ત્રીજા કાર્યકાળને ઉમળકાભેર વધાવી રહ્યા છે. એનઆરઆઇ નાગરિકોમાં એક બાબત દ્રઢ પણે સ્વીકારાઈ છે કે કે મોદીએ ભારતની સંકૃતિક ધરોહર અને પરંપરાઓને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સમ્માન અપાવનાર એકમાત્ર રાજનેતા છે.

શપથ ગ્રહણ સમારોહનો લાઈવ જોવા વિશિષ્ઠ આયોજનો કર્યા

અમેરિકામાં ભારતીયોએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહનો લાઈવ જોવા વિશિષ્ઠ આયોજનો કર્યા હતા. એનડીએની જીત અને મોદીના વડાપ્રધાન પદ ના ત્રીજા કાર્યકાળની ખુશીઓ અને શુભકામનાઓ પરસ્પર વ્યક્ત કરી ઉજવણી કરી હતી.આ તબક્કે નવા નિમાયેલ મંત્રી મંડળને પણ આવકારી તેઓને પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારતને વધુ સમૃદ્ધ અને વિકસિત કરશે

YOGI PATEL ANERICA

Advertisement

આ અંગે અમેરિકન ઉદ્યોગપતિ અને હોટેલિયર યોગી પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભાજપની બહુમતી ન આવતા નિરાશા થઈ હતી. નરેન્દ્ર મોદી ભારતના સૌથી વધુ સફળ, ઉદ્યમી અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન છે. ભારતની સુરક્ષા, વિકાસ અને ગરીબી નાબૂદી માટેના તેમના પ્રમાણિક પ્રયત્નો અને યોજનાઓએ આજે ભારતને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધું છે. મોદીના કાર્યકાળ દરમ્યાન જ ભારતીય યોગ અને સાંસ્કૃતિક પરંપરાને અભૂતપૂર્વ વૈશ્વિક વિસ્તાર મળ્યો છે. નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારતને વધુ સમૃદ્ધ અને વિકસિત કરશે અને વિશ્વના સમૃદ્ધ દેશોની હરોળમાં ભારતને વધુ નામાંકીત ખ્યાતિ અપાવશે તે નક્કી છે.

અમેરિકન ભારતીય નાગરિકોમાં આ પ્રસંગે ખૂબ જ ખુશીનો માહોલ

યોગી પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકન ભારતીય નાગરિકોમાં આ પ્રસંગે ખૂબ જ ખુશીનો માહોલ છે. નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળના આરંભમાં જ સવાસો દિવસની કામગીરીનો એજન્ડા નક્કી કર્યો છે.અમો સૌને એ જાણવાની ઉત્સુકતા અને જિજ્ઞાસા છે કે મોદી રાજકીય નેતૃત્વ અને વહીવટી કુશળતાના કેવા નવા આયામો ભારતીય રાજકારણમાં સક્રિય કરે છે. વળી ત્રીજા કાર્યકાળમાં મોદીએ ભારતીય અર્થ વ્યવસ્થા માટે પણ ઉચ્ચતમ ટાર્ગેટ જાહેર કર્યો છે.જેથી ભારતીય ઉત્પાદકો અને બજાર વ્યવસ્થા માટે તે કેવી નવી યોજનાઓ કે નીતિ જાહેર કરે છે તે માટે પણ વિશ્વના કોર્પોરેટ વિશ્વમાં ઉત્તેજના જોવા મળી રહી છે.

આ પણ વાંચો---- દુર્લભ…ઐતિહાસિક… Foreign Mediaએ કેમ કહ્યું આવું..?

આ પણ વાંચો---- Modi Government 3.0માં ટોચના ચાર મંત્રી કોણ ?

આ પણ વાંચો---- શપથ લેતાં જ મોદી સરકાર એક્શનમાં, લીધો નવો આ નિર્ણય…

Tags :
Advertisement

.

×