EXTRAMARITAL AFFAIR માં ટોચના સ્થાને કાંચીપુરમ, દિલ્હી-મુંબઇ પાછળ છુટ્યા
- એશ્લે મેડિસન દ્વારા રસપ્રદ સર્વે બહાર પાડવામાં આવ્યો
- એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે મેટ્રો શહેર પાછળ છુટ્યા
- લોકો સામૂહિક રીતે બેવફાઈ અથવા એકલતાનો ભોગ બને છે
EXTRAMARITAL AFFAIR SURVEY : પરિણીત લોકો માટે ડેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડતી વેબસાઇટ એશ્લે મેડિસન (ASHLEY MADISON) નો દાવો છે કે, દક્ષિણ રાજ્ય તમિલનાડુના કાંચીપુરમ (TAMILNADU - KANCHIPURAM) માં લગ્નેત્તર સંબંધોના સૌથી વધુ કેસ નોંધાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ શહેરે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. એશ્લે મેડિસનએ જૂન 2025 માટે જાહેર કરાયેલા નવા યુઝર ડેટાના આધારે આ દાવો કર્યો છે.
ટોચના સ્થાને આવવા માટે કોઈ સ્પષ્ટતા આપી નથી
એક અહેવાલમાં જણાવાયું છે કે, આ વેબસાઇટના તાજેતરના ડેટા દર્શાવે છે કે, કાંચીપુરમ 2024 માં 17મા ક્રમે હતું, જે આ વર્ષે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. જો કે, એશ્લે મેડિસનએ કાંચીપુરમના 17માં સ્થાનથી ટોચના સ્થાને આવવા માટે કોઈ સ્પષ્ટતા આપી નથી, પરંતુ તે એક વલણ દર્શાવે છે કે, ટાયર 2 અને 3 શહેરોમાં ડેટીંગ એપ્લિકેશનોનો પગપેંસારો ઝડપી જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક મેટ્રોપોલિટન વિસ્તારો પાછળ રહી ગયા છે.
ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોઈડા પણ ટોચના 20 શહેરોમાં સામેલ
આ વેબસાઇટ દ્વારા જાહેર કરાયેલ દેશના ટોચના 20 જિલ્લાઓની યાદીમાં દિલ્હી બીજા સ્થાને છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રના કુલ 9 જિલ્લાઓએ ટોચના 20 માં પોતાની હાજરી ધરાવે છે. દિલ્હીના છ જિલ્લાઓ ટોચના 20 માં સ્થાન ધરાવે છે. આમાં મધ્ય દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિલ્હીને અડીને આવેલા ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) પણ ટોચના 20 શહેરોમાં સામેલ છે.
દિલ્હી-એનસીઆરના 9 જિલ્લા ટોચ પર
વેબસાઇટ એશ્લે મેડિસન દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, દિલ્હી-એનસીઆરના 9 જિલ્લાઓ ટોચના 20માં સામેલ છે, પરંતુ મુંબઈનો એક પણ વિસ્તાર ટોચના 20માં સામેલ થઈ શક્યો નથી. જોકે, જયપુર, રાયગઢ, કામરૂપ અને ચંદીગઢ જેવા અન્ય શહેરોએ યાદીમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. ટાયર-2 શહેરો, ખાસ કરીને ગાઝિયાબાદ અને જયપુર, વેબસાઇટ પર સાઇન-અપ અને અન્ય પ્રવૃત્તિઓના સંદર્ભમાં ઘણા મોટા શહેરી કેન્દ્રો કરતાં વધુ સારા રહ્યા છે.
બેવફાઈ અથવા એકલતાના ભોગ બનેલા લોકો વધી રહ્યા છે
પ્લેટફોર્મે સ્પષ્ટતા કરી છે કે, આ રેન્કિંગ ફક્ત નવા વપરાશકર્તાઓની સાઇનઅપ પ્રવૃત્તિ પર જ નહીં પરંતુ વેબસાઇટ પરની તેમની પ્રવૃત્તિઓ, તેમની આવર્તન અને ડેટા પર પણ આધારિત છે. આ આંકડા સૂચવે છે કે, આ વિસ્તારોના લોકો સામૂહિક રીતે બેવફાઈ અથવા એકલતાનો ભોગ બને છે. તમને જણાવી દઈએ કે, આ એક વૈશ્વિક ડેટિંગ પ્લેટફોર્મ છે જે લગ્નેત્તર સંબંધો શોધી રહેલા પરિણીત લોકોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. લોકો આ પ્લેટફોર્મ પર આવે છે અને એકબીજાને ડેટ કરે છે.
આ પણ વાંચો ---- માતા બન્યા પછી RICHA CHADHA નો વિચીત્ર વિચાર, 'દિકરીની સુરક્ષા માટે બંદૂક ખરીદવી પડશે'


