Mahesana : દૂધ સાગર ડેરી પર થયેલા આક્ષેપનો મામલો, દોષિત હોઈએ તો અમારા પર કાર્યવાહી કરે: અશોક ચૌધરી
- મહેસાણાની દૂધ સાગર ડેરી પર થયેલા આક્ષેપનો મામલો
- દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ યોજી પ્રેસ કોન્ફરન્સ
- છેલ્લા 4 દિવસથી દૂધ સાગર ડેરીનો અપ્રચાર ચાલી રહ્યો છે
મહેસાણાની દૂધ સાગર ડેરી પર થયેલા આક્ષેપ મામલે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. છેલ્લા 4 દિવસથી દૂધ સાગર ડેરીનો અપ્રચાર ચાલી રહ્યો છે. દૂધ સાગર ડેરીનો તમામ વ્યવહાર અમુક ફેડરેશનના માધ્યમથી થતો હોય છે. એવી ભ્રામક વાતો કરાઈ રહી છે કે દૂધ સાગર ડેરીનું દેવું વધી રહ્યું છે.
દોષિત હોઈએ તો અમારા પર કાર્યવાહી કરે: અશોક ચૌધરી
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધની આવક વઘી છે તે પશુપાલકોનો વિશ્વાસ બતાવે છે. ડેરી પર થયેલા આક્ષેપ મુદ્દે તટસ્થ તપાસની માંગ કરી છે. તેમજ સરકાર તપાસ કરી ક્લિન ચીટ આપે. તેમજ દોષિત હોઈએ તો અમારા પર કાર્યવાહી કરે. તેમજ રુ. 400 થી 450 કરોડ ફેડરેશન પાસે લેવાના હોય છે. રૂ. 369 કરોડ ફેડરેશન પાસે લેવાના હતા. રૂ. 741 કરોડનો અમે ફેડરેશનને માલ આપેલો છે. કુલ 1100 કરોડ ફેડરેશન પાસે અમારે લેવાના થયા છે.
મહેસાણાની દૂધ સાગર ડેરી પર થયેલા આક્ષેપનો મામલો
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ યોજી પ્રેસ કોન્ફરન્સ
"છેલ્લા 4 દિવસથી દૂધ સાગર ડેરીનો અપ્રચાર ચાલી રહ્યો છે"
"અમુલ અને દૂધ સાગર ડેરીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે"
"દૂધ સાગર ડેરીનો તમામ વ્યાપાર અમુલ ફેડરેશનના માધ્યમથી થતો હોય… pic.twitter.com/gmU7IdLN18— Gujarat First (@GujaratFirst) June 30, 2025
ફેડરેશન પાસે રૂપિયા માંગતા 922 કરોડ અમને આપ્યા : અશોક ચૌધરી
તેમજ વધુમાં અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, ફેડરેશન પાસેથી ખરીદીના બાદ કરતા લેવાના નીકળે છે. 28 માર્ચે લોન ભરવાની હોય ફેડરેશન પાસે માંગ્યા હતા. ફેડરેશન પાસે રૂપિયા માંગતા 922 કરોડ અમને આપ્યા છે. તેમજ 31 માર્ચે 52 કરોડ અમારે ફેડરેશન પાસે લેવાના બાકી છે હજુ.
આ પણ વાંચોઃ વિશ્વ સંસ્કૃત સંમેલન : નેપાળમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પર વિશિષ્ટ સત્ર
ડેરીનું દેવુ 790 કરોડ દર્શાવાયું જે છે 1790 કરોડઃ યોગેશ પટેલ
મહેસાણા દૂધસાગર ડેરીના વહીવટનો ડખો વકર્યો છે. ચેરમેન-વાઈસ ચેરમેનની લડાઈમાં હવે વાર-પલટવાર થયા છે. વાઈસ ચેરમેનના આરોપો બાદ ડેરીની પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેન યોગેશ પટેલના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ડેરી તરફથી પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તારમાં મુદ્દા જણાવાયા છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સંપૂર્ણ પક્ષ રાખ્યો હતો. અશોક ચૌધરીએ અગાઉ જ પડકાર ફેંક્યો હતો. જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, ડેરીના વહીવટ અંગે કોઈને પણ પૂછી શકો છો. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ડેરીનું દેવું 790 કરોડ દર્શાવાયું છે જે 1790 કરોડ છે. તેમજ મને વારંવાર ધમકી આપવામાં આવે છે.


