Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana : હવે ASIએ લમણે બંદૂકની ગોળી મારીને કરી આત્મહત્યા : સુસાઇડ નોટમાં IPS પુરણ સિંહ પર આરોપ, 'DGP સાહેબ ઈમાનદાર છે'

Haryana : બિહાર પોલીસ બેડામાં પાછલા કેટલાક સમયથી જાતિવાદીનો ઝેર ફેલાયો હોવાનું દેખાઈ રહ્યું છે. આઈપીએસ અધિકારી પૂરણ સિંહની આત્મહત્યા પછી વધુ એક પોલીસ અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે પરંતુ ચોંકાવનારી બાબત તે છે કે, આ અધિકારીએ મૃતક પૂરણસિંહ ઉપર આક્ષેપ કર્યા છે. એએસઆઈ અધિકારીએ પોતાની સૂસાઈડ નોટમાં પૂરણ કુમારનો ઉલ્લેખ કર્યો છે
haryana   હવે asiએ લમણે બંદૂકની ગોળી મારીને કરી આત્મહત્યા   સુસાઇડ નોટમાં ips પુરણ સિંહ પર આરોપ   dgp સાહેબ ઈમાનદાર છે
Advertisement
  • Haryana : રોહતકમાં ASIની આત્મહત્યા, IPS પુરણ કુમાર પર ભ્રષ્ટાચારના આરોપ, DGPને ગણાવ્યા 'ઈમાનદાર'
  • હરિયાણા પોલીસમાં હડકંપ : સુસાઇડ નોટમાં જાતિવાદ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો
  • ASIએ આપી જીવનભેટ : વાય. પુરણ કુમારના ગનમેન કેસ સાથે જોડાયેલી તપાસમાં રહસ્ય
  • સુસાઇડ નોટમાં ખુલાસો : 'ભ્રષ્ટ સિસ્ટમ વિરુદ્ધ શહાદત' - હરિયાણા ASIની વેદનાદાયક પોકડ
  • રોહતક સાયબર સેલમાં દુખદ ઘટના : ત્રણ પાનાંના નોટમાં IPS અધિકારી પર આરોપો

રોહતક : હરિયાણાના (Haryana) રોહતકમાં સાયબર સેલમાં તૈનાત એક ASIએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘટનાસ્થળ પરથી ત્રણ પાનાની સુસાઇડ નોટ અને એક વીડિયો મેસેજ મળી આવ્યો છે.

મૃતક ASIએ તેની સુસાઇડ નોટમાં દિગવંત IPS અધિકારી વાય. પુરણ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ASIએ લખ્યું છે કે વાય. પુરણ કુમાર ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા અને જાતિવાદનો સહારો લઈને સિસ્ટમને હાઇજેક કરી રહ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો- વિશાખાપટ્ટનમમાં ભારતનાં સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસનાં નિર્માણ માટે Adani અને ગુગલ વચ્ચે ભાગીદારી

નોટમાં ASIએ કહ્યું કે તેણે "ભ્રષ્ટ સિસ્ટમ વિરુદ્ધ શહાદત" આપી છે અને આ પરિવાર વિરુદ્ધ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સૂત્રો અનુસાર, મૃતક ASI કોઈ મહત્વપૂર્ણ કેસની તપાસ ટીમનો ભાગ હતો, જે IPS વાય. પુરણ કુમારના ગનમેન સુશીલ કુમાર સાથે જોડાયેલા કેસ સાથે સંબંધિત હતો.

આ ઘટના હરિયાણા પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે. મૃતક ASIના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી છે. તપાસ અધિકારીઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે, જેમાં સુસાઇડ નોટ અને વીડિયોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા આઈપીએસ પૂરણ સિંહે પોતે પોતાના ઉપલા અધિકારીઓ પર જાતિવાદને લઈને આરોપ લગાવતા આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો- Bihar Politics : બિહાર ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 9 મહિલાઓને મળી ટીકિટ

Tags :
Advertisement

.

×