ASIA CUP ને લઇને સૌથી મોટી અપડેટ, BCCI ટુર્નામેન્ટનો બહિષ્કાર કરે તેવા સંકેત
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે
- બીસીસીઆઇ દ્વારા એશિયા કપનો બહિષ્કાર કરવાની તૈયારી
- મીટિંગ બાંગ્લાદેશની જગ્યાએ અન્યત્રે યોજાય તો કામ આગળ વધી શકે છે
BCCI BOYCOTT ASIA CUP : એશિયા કપ (ASIA CUP - 2025) સપ્ટેમ્બર 2025 માં યોજાવાનો છે. જોકે, આમાં ભારતની શામેલ થશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની (ACC) બેઠક 24 જુલાઈ 2025 ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં યોજાવાની છે. સુત્રોના જણાવ્યા અનુસાર, BCCI એ આ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે, અને કહ્યું કે. જો સ્થળ બદલવામાં નહીં આવે તો તેઓ એશિયા કપનો બહિષ્કાર કરશે.
BCCIનો મોટો નિર્ણય
સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI એ ACC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીને કહ્યું છે કે, જો એશિયા કપ અંગે ઢાકામાં બેઠક યોજાશે, તો તેઓ ટુર્નામેન્ટ અંગે આપવામાં આવેલા કોઈપણ સમાધાનનો બહિષ્કાર કરાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં રાજકીય સંબંધોમાં તણાવ છે. આ કારણોસર BCCI એ આ નિર્ણય લીધો છે.
એશિયા કપ માટે બિનજરૂરી દબાણ
સૂત્રએ ઉમેર્યું હતું કે, 'એશિયા કપ ત્યારે જ થશે જ્યારે ACC મીટિંગનું સ્થળ ઢાકાથી બીજે ક્યાંક ખસેડવામાં આવશે.' મોહસીન નકવી એશિયા કપ માટે બિનજરૂરી દબાણ લાવી રહ્યા છે. તેમને કાર્યક્રમનું સ્થળ બદલવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જવાબ મળ્યો ન્હતો. જો બેઠક ઢાકામાં થશે, તો BCCI કોઈપણ પ્રકારના ઉકેલનો બહિષ્કાર કરશે.
બીસીસીઆઈને અન્ય ક્રિકેટ બોર્ડનો ટેકો મળી રહ્યો છે
રિપોર્ટ અનુસાર, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઓમાનએ પણ ઢાકામાં યોજાનારી બેઠકનો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો છે. આ બધી બાબતો છતાં, મોહસીન નકવીએ પોતાનો નિર્ણય બદલ્યો નથી. ACC ના નિયમો અનુસાર, જો ભારત જેવો મોટો દેશ બેઠકમાં હાજરી ન આપે, તો કોઈપણ નિર્ણય માન્ય રહેશે નહીં. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અન્ય કોઈ જગ્યાએ બેઠકનું આયોજન નહીં કરે, તો તે સ્પષ્ટપણે તમામ પ્રયાસો અર્થહીન રહેશે. મીટિંગમાં ફક્ત 5 દિવસ બાકી છે અને આવી સ્થિતિમાં ACC પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવાનું દબાણ પડી રહ્યું છે.
શું ભારતના દબાણને કારણે એશિયા કપ રદ થશે ?
એશિયા કપ સપ્ટેમ્બર 2025 માં યોજાવાનો છે, પરંતુ જો આ રીતે જ પરિસ્થિતિ ચાલુ રહી તો ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી શકે છે, અથવા રદ પણ થઈ શકે છે. બીસીસીઆઈ એશિયન ક્રિકેટ કાઉન્સિલનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને જો તેઓ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો વસ્તુઓ ખોટી થઈ શકે છે.
આ પણ વાંચો ---- 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને એક ભૂલ ભારે પડી! ક્રિકેટ ચાહકો થયા નારાજ