એશિયા કપ 2025 : ભારતે યુએઈને 9 વિકેટે હરાવ્યું, એશિયા કપમાં સૂર્યા બ્રિગેડની વિજયી શરૂઆત
- એશિયા કપ 2025 : ભારતે યુએઈને 9 વિકેટે હરાવ્યું, સૂર્યાની ટીમની શાનદાર શરૂઆત
- ભારતનો યુએઈ પર દબદબો: એશિયા કપમાં 9 વિકેટે વિજય, કુલદીપ-દુબેનું શાનદાર પ્રદર્શન
- દુબઈમાં ભારતની ધમાકેદાર જીત: યુએઈને 57 રનમાં સમેટી, 4.3 ઓવરમાં ચેઝ
- એશિયા કપમાં સૂર્યા બ્રિગેડનો દબદબો: યુએઈને 9 વિકેટે હરાવી વિજયી શરૂઆત
- ભારતની યુએઈ પર એકતરફી જીત: કુલદીપની 4 અને દુબેની 3 વિકેટ, 58 રન 4.3 ઓવરમાં ચેઝ
એશિયા કપ 2025 : એશિયા કપ 2025ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ યુએઈને 9 વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી છે. આ મુકાબલો દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યુએઈની ટીમે પ્રથમ બેટિંગ કરતાં માત્ર 57 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવને 4 અને શિવમ દુબેને 3 વિકેટ મળી. આના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે આ ટાર્ગેટ 5મા ઓવરમાં જ હાંસલ કરી લીધો.
ભારતે 9 વિકેટે મેળવી જીત
યુએઈની ટીમ જ્યારે પ્રથમ બેટિંગ માટે ઉતરી ત્યારે તેની પ્રથમ વિકેટ 26 રનના સ્કોર પર પડી. પરંતુ આગામી 31 રન બનાવવામાં યુએઈએ 9 વિકેટ ગુમાવી દીધી. કુલદીપે આ મેચમાં 4 વિકેટ લીધી, જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ ઝડપી. 58 રનના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે અભિષેક શર્માના 16 બોલમાં 30 રન, ગિલના નોટઆઉટ 9 બોલમાં 20 રન અને કેપ્ટન સૂર્યાના નોટઆઉટ 7 રનની મદદથી આ મેચ 4.3 ઓવરમાં જ ચેઝ કરી લીધી. ભારતની આગામી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે.
આ પણ વાંચો- Asia Cup : દુબઈની સખત ગરમીમાં આજે IND vs UAE ની રમાશે મેચ, જાણો પિચ કોને કરી શકે છે મદદ
સૂર્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સંજુ સેમસનને તક આપી છે. તિલક વર્મા પણ ટીમમાં છે. પરંતુ જીતેશ અને રિંકુને તક મળી નથી. ભારત આ મેચથી વિજયી શરૂઆત કરવા ઈચ્છતું હતું, જ્યારે યુએઈની ટીમ ભારત જેવી મોટી ટીમને હરાવીને પોતાની છાપ છોડવાનો પ્રયાસ કરશે. ભારતે જીત માટે 58 રન બનાવવાના હતા.
#TeamIndia's Playing XI for #INDvUAE 🙌
Who will get the first breakthrough for us? 🤔
Follow The Match ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 pic.twitter.com/7rgesh2nNq
— BCCI (@BCCI) September 10, 2025
યુએઈની બેટિંગ
પ્રથમ બેટિંગ માટે ઉતરેલી યુએઈ માટે ઈનિંગની શરૂઆત કેપ્ટન મોહમ્મદ વસીમ અને શરાફૂએ કરી. પ્રથમ બે ઓવરમાં યુએઈએ આક્રમક બેટિંગ કરી. પરંતુ ચોથી ઓવરમાં યુએઈને પ્રથમ આંચકો લાગ્યો જ્યારે બુમરાહે શરાફૂને બોલ્ડ કર્યો. શરાફૂના બેટમાંથી 22 રન આવ્યા. ત્યારબાદ પાંચમી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ જોહેબને આઉટ કર્યો. 5 ઓવર બાદ યુએઈનો સ્કોર 32-2 હતો. ત્યારબાદ મોહમ્મદ વસીમ પાસેથી મોટી આશાઓ હતી. પરંતુ કુલદીપ યાદવે તોફાન મચાવ્યું. તેમણે એક પછી એક યુએઈને આંચકા આપ્યા, જેનાથી યુએઈની ઈનિંગ લડખડી ગઈ. કુલદીપ બાદ શિવમ દુબેએ પણ બોલિંગથી તબાહી મચાવી અને યુએઈની ટીમ માત્ર 57 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
યુએઈનું વિકેટ પતન : 26-1 (અલીશાન શરાફૂ, 3.4), 29-2 (મોહમ્મદ જોહેબ, 4.4), 47-3 (રાહુલ ચોપડા, 8.1), 48-4 (મોહમ્મદ વસીમ, 8.4), 50-5 (હર્ષિત કૌશિક, 8.6), 51-6 (આસિફ ખાન, 10.3), 52-7 (સિમરનજીત સિંહ, 11.2), 54-8 (ધ્રુવ પારાશર, 12.1), 55-9 (જુનૈદ સિદ્દીકી, 12.4), 57-10 (હૈદર અલી, 13.1)
ભારત (પ્લેઈંગ ઈલેવન) : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
યુનાઈટેડ અરબ અમીરાત (પ્લેઈંગ ઈલેવન)
મોહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફૂ, મોહમ્મદ જોહેબ, રાહુલ ચોપડા, આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પારાશર, મોહમ્મદ રોહિદ ખાન, જુનૈદ સિદ્દીકી, સિમરનજીત સિંહ.
ભારતનું સંપૂર્ણ સ્ક્વોડ
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો- Asia Cup માં ભારત સામે UAEની ટીમ 57 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવે 4 વિકેટ લીધી


