Asia Cup 2025 : 'ભારત-પાકિસ્તાનની મેચ પહેલા ગૌતમ ગંભીર રાજીનામું કેમ નથી આપતા ?', પૂર્વ ક્રિકેટરનો પ્રહાર
- ભારત-પાકિસ્તાન મેચ પહેલા માહોલ ગરમાયો
- પૂર્વ ક્રિકેટરે કોચ ગૌતમ ગંભીર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો
- ગૌતમ ગંભીરની કથની અને કરનીમાં ફેર હોવાનો આડકતરો આરોપ
Asia Cup 2025 : એશિયા કપ 2025 (Asia Cup 2025) પહેલા ઘણા લોકો ભારત-પાકિસ્તાન મેચ (India - Pakistan Match) અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ પણ કરી રહ્યા છે, જેમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી (Ex Cricketer Manoj Tiwari) નો પણ સમાવેશ થાય છે. મનોજ તિવારી ફક્ત આ મેચ વિશે જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Coach Gautam Gambhir) વિશે પણ તર્ક સંગત મુદ્દાઓ રજુ કરીને અવાજ ઉઠાવ્યો છે.
My relationship with Gautam Gambhir will be never be good, and he is a hypocrite, says former Indian cricketer Manoj Tiwari.
[Manoj Tiwari, Cricket, Indian Cricket, MS Dhoni, Exclusive Interview, CricTracker] pic.twitter.com/R93lWmL3Pi
— CricTracker (@Cricketracker) August 27, 2025
ગંભીરે મારા માતા-પિતાને ગાળો આપી
તાજેતરમાં મનોજ તિવારીએ (Ex Cricketer Manoj Tiwari) ક્રિકટ્રેકર (CricTracker) સાથે વાત કરી હતી. જેમાં તેમને પૂછવામાં આવ્યું કે, તેમનો ગૌતમ ગંભીર (Gauram Gambhir) સાથે કેવો સંબંધ છે. જેના જવાબમાં મનોજ તિવારીએ કહ્યું કે, એકવાર અમારી વચ્ચે કંઈક એવું બન્યું, જેના પર અમે ક્યારેય ગર્વ કરી શકીએ નહીં, કારણ કે, ગંભીર જાણે છે કે તેણે શું કર્યું છે. અમારો હવે સારો સંબંધ નથી, અને જો કોઈ પણ કારણો વખત વ્યક્તિ તમારા માતા-પિતાને ગાળો આપે છે, તો સ્વાભાવિક રીતે તમે તેના પર ગુસ્સે થશો.
ગૌતમ ગંભીર એક દંભી છે
મનોજ તિવારીએ (Ex Cricketer Manoj Tiwari) વધુમાં કહ્યું કે, અમારી વચ્ચે જે કંઈ થયું તે હવે ભૂતકાળ છે, પરંતુ અમારી વચ્ચેનો સંબંધ હવે ક્યારેય સારો નહીં હોઈ શકે, કારણ કે, તેણે જે કંઈ કહ્યું તે ક્યારેય ભૂલી શકાતું નથી. જો કે, હું એવો વ્યક્તિ નથી જે વારંવાર બધાની સામે આવી વાતો કહેતો રહે. મને હંમેશા લાગે છે કે, તે એક એવો વ્યક્તિ છે, જે દંભી છે, કારણ કે, જ્યારે તે ભારતીય ટીમનો કોચ ન્હોતો, ત્યારે તે કહેતો હતો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ના હોવી જોઈએ.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા ગંભીર રાજીનામું કેમ નથી આપતો ?
મનોજ તિવારી (Ex Cricketer Manoj Tiwari) એ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ગૌતમ ગંભીર હવે શું કરી રહ્યા છે, તે હવે ભારતીય ટીમના કોચ છે, અને ભારત-પાકિસ્તાન મેચ થવાની છે, તો તે હવે રાજીનામું કેમ નથી આપતા, અને કેમ નથી કહેતા કે, તે કોચ પદ પર રહી શકતો નથી, કારણ કે ભારત હવે પાકિસ્તાન સાથે રમવાનું છે. અગાઉ ગંભીર કહેતો હતો કે, યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનું ભવિષ્ય છે, પરંતુ તેણે તેને એશિયા કપ 2025 ટીમમાં સ્થાન આપ્યું નથી. તેણે આવી ઘણી વાતો કહી છે, પરંતુ હવે તે કંઈક બીજું કરતો જોવા મળે છે.
આ પણ વાંચો ----- R Ashwin એ IPL માંથી નિવૃત્તિનો લીધો નિર્ણય, હવે વૈશ્વિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં દેખાશે


