Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs OMA : T-20 માં ટીમ ઇન્ડિયા પહેલી વખત આ દેશની ટીમ સાથે ટકરાશે, જાણો 18 વર્ષનો રેકોર્ડ

IND vs OMA : ભારતીય ક્રિકેટ ટીમે T - 20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક પણ વખત ઓમાનનો સામનો કર્યો નથી, અગાઉ કુલ 18 ટીમો સામે રમી ચૂકી છે.
ind vs oma   t 20 માં ટીમ ઇન્ડિયા પહેલી વખત આ દેશની ટીમ સાથે ટકરાશે  જાણો 18 વર્ષનો રેકોર્ડ
Advertisement
  • ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત ઓમાનની ટીમ જોડે ટકરાશે
  • એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમ નવી ટીમનો સામનો કરશે
  • ભારતની ટીમે સુપર ફોરમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે

IND vs OMA : એશિયા કપ 2025 (Asia Cup - 2025) માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) તેની બંને શરૂઆતની મેચ જીતીને સુપર ફોરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમ ઈન્ડિયા (Team India) હજુ પણ તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ ઓમાન સામે રમવાની છે. આ મેચ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમે T - 20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક પણ વખત ઓમાનનો સામનો કર્યો નથી, અગાઉ કુલ 18 ટીમો સામે રમી ચૂકી છે.

ટીમ ઈન્ડિયા ઓમાન સામે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમશે

ભારતીય ટીમ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં રમી નથી, 19 સપ્ટેમ્બરના રોજની મેચ બંને ટીમો વચ્ચેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ટી - 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાના રેકોર્ડની વાત કરીએ તો, તેઓએ કુલ 18 ટીમોનો સામનો 249 મેચ રમી છે, જેમાંથી 171માં જીત મેળવી છે અને 71માં હારનો સામનો કર્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ટી - 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 18 ટીમોનો સામનો કર્યો છે, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે સૌથી વધુ મેચ રમી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં બંને ટીમોનો સામનો 32-32 મેચમાં કર્યો છે.

Advertisement

અત્યાર સુધીની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બધી ટીમો સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

Advertisement

ટી - 20 આંતરરાષ્ટ્રીય જીતમાં ભારતીય ટીમ ટોચ પર છે

સૌથી વધુ ટી - 20 આંતરરાષ્ટ્રીય જીતનો રેકોર્ડ ભારતીય ટીમના નામે છે. ટીમ ઈન્ડિયાએ 171 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 275 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 157 મેચ જીતી છે. ભારતીય ટીમ આ રેકોર્ડ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો -----  Dubai International Stadium નું અજાણ્યુ રહસ્ય, કેચ છુટવા પાછળ 'અદ્રશ્ય શક્તિ' ચર્ચામાં

Tags :
Advertisement

.

×