બનાસકાંઠા/કચ્છ/ ખેડા : ભારે વરસાદની આગાહીને પગલે આંગણવાડી, શાળાઓ અને કોલેજો 8 સપ્ટેમ્બરે બંધ, રેડ એલર્ટ જાહેર
- Banaskanthaમાં ભારે વરસાદની આગાહી, 8 સપ્ટેમ્બરે શૈક્ષણિક સંસ્થાઓ બંધ, રેડ એલર્ટ
- Banaskanthaમાં કલેકટરે શાળા-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો
- Banaskanthaમાં રેડ એલર્ટ, આંગણવાડીથી કોલેજ સુધી બંધ, NDRF તૈનાત"
- અતિભારે વરસાદની આગાહી, ખેડામાં 8 સપ્ટેમ્બરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત
- કચ્છમાં ભારે વરસાદના પગલે શાળા-કોલેજો બંધ
પાલનપુર : બનાસકાંઠા-ખેડા (Banaskantha - Kheda) અને કચ્છ (Kutch) જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને હાલની પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને 8 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટે નાગરિકોને સલામતી અને તકેદારી રાખવા અપીલ કરી છે.
Banaskantha જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હોવાના કારણે નદીઓ અને ડેમો છલકાયા છે, તો નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે. અમીરગઢ, દાંતા, પાલનપુર, દહેગામ જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે, અને અમીરગઢના ધનપુરા વિરમપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના પણ બની છે. IMDની આગાહી મુજબ, આગામી 24થી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ 8 સપ્ટેમ્બરે બંધ રહેશે.
આ પણ વાંચો-Bharuch : હાજી ખાના બજારમાં સ્માર્ટ મીટરનું 83,000નું લાઈટ બિલ, પરિવાર ચોંક્યો
ખેડા-કચ્છમાં પણ શાળા-કોલેજોમાં રજા
તો બીજી તરફ કચ્છમાં પણ ભારે વરસાદના પગલે શૈક્ષણિક કાર્ય બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો બનાસકાંઠામાં ક્લેક્ટરે શિક્ષણકાર્ય બંધ કરવાનો ઓર્ડર આપ્યો છે. કચ્છ જિલ્લામાં આચાર્યએ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં ક્લેક્ટરે જાહેર કરી શૈક્ષણિક કાર્યની રજા
તો જિલ્લા કલેકટર મહિર પટેલ દ્વારા બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરીને તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની સૂચના આપી છે. જિલ્લા વહીવટે રાહત શિબિરો ગોઠવ્યા છે, અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા દાંતિવાડા ડેમ અને અન્ય નદીઓના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ વિભાગે જિલ્લામાં બંદોબસ્ત વધાર્યો છે, અને નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
બાળકોની સુરક્ષા માટે પાણી પહેલા પાળ
બનાસકાંઠા જિલ્લા વહીવટે નાગરિકોને નદીઓ, નીચાણવાળા વિસ્તારો અને જોખમી સ્થળોથી દૂર રહેવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે. NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમોને જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે, અને ફાયર બ્રિગેડ તથા 108 એમ્બ્યુલન્સ સેવા કટોકટીની સ્થિતિમાં તૈયાર છે.
Banaskantha 8-9 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી
IMDએ બનાસકાંઠામાં 8 અને 9 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે બનાસ, સિપુ, ધરોઈ જેવી નદીઓ અને ડેમોનું જળસ્તર વધુ વધી શકે છે. જિલ્લા વહીવટે નદીકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ઝડપી કરી છે.
આ પણ વાંચો- Kutch : મુંદ્રાના વવાર ગામે કૌટુંબિક અદાવતમાં ફાયરિંગ, સસરાએ જમાઈને દીધો ભડાકે


