Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ-જેતપુરમાં લોકમેળાનો માહોલ : ઉદ્ઘાટન થયું પણ રાઈડ્સની મજા અધૂરી!

રાજકોટ-જેતપુરમાં લોકમેળાનો માહોલ : ઉદ્ઘાટન થયું પણ રાઈડ્સની મજા અધૂરી!
રાજકોટ જેતપુરમાં લોકમેળાનો માહોલ   ઉદ્ઘાટન થયું પણ રાઈડ્સની મજા અધૂરી
Advertisement
  • રાજકોટ-જેતપુરમાં લોકમેળાનો માહોલ : ઉદ્ઘાટન થયું પણ રાઈડ્સની મજા અધૂરી!
  • રાજકોટ-જેતપુર લોકમેળાનો માહોલ, મોટી સંખ્યામાં મેળામાં ઉમટી
  • તમામ રાઈડ્સને સુરક્ષાના કારણોસર આપવામાં આવી નથી પરવાનગી
  • કાલ સુધીમાં તમામ રાઈડ્સને સંમતિ મળી જાય તેવી આશા 

જન્માષ્ટમીના તહેવારની ઉજવણીનો ઉત્સાહ ગુજરાતમાં ચારેકોર ફેલાયો છે. આ વચ્ચે રાજકોટ-જેતપુરમાં લોકમેળાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ વખતે જેતપુર અને રાજકોટના મેળાઓમાં રાઈડ્સને લઈને થોડો ફિયાસ્કો જોવા મળ્યો, જેનાથી લોકોમાં થોડી નિરાશા પણ જોવા મળી રહી છે. તો જોઈએ કે રાજકોટ અને જેતપુરમાં મેળામાં લઈને શું અપડેટ છે, તેના વિશે વિસ્તારપૂર્વક જોઈએ.

જેતપુરનો લાઈન્સ ક્લબનો લોકમેળો ખુલ્લો મૂકાયો

જેતપુરના જીમખાના મેદાનમાં લાઈન્સ ક્લબ દ્વારા સંચાલિત જન્માષ્ટમી લોકમેળાનું ધામધૂમથી ઉદ્ઘાટન થયું. રંગબેરંગી લાઈટ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ અને ગામડાના મેળાની રોનકની અપેક્ષા સાથે લોકો ઉમટ્યા, પરંતુ પહેલા જ દિવસે મેળો થોડો ફીકો પડી ગયો. કારણ? મેળાની મુખ્ય આકર્ષણ એવી રાઈડ્સને તંત્ર તરફથી મંજૂરી મળી નથી.

Advertisement

ચકડોળ, ટોરાટોરા અને બીજી રોમાંચક રાઈડ્સની લોકો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ સુરક્ષા નિયમો અને ટેકનિકલ તપાસના અભાવે તંત્રએ રાઈડ્સને હજુ લીલી ઝંડી આપી નથી. આનાથી મેળામાં આવેલા બાળકો અને યુવાનો નિરાશ થયા છે.  આયોજકો અને તંત્રને આશા છે કે કાલ સુધીમાં તમામ રાઈડ્સને મંજૂરી મળી જશે. આજે લોકોએ ખાણીપીણીના સ્ટોલ્સ, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો-અમિત ચાવડાનો ચોંકાવનારો દાવો; ગુજરાતમાં લાખો બોગસ, નકલી અને ભૂતિયા મતદારો મળ્યા

6 રાઈડ્સના પોઝિટિવ રિપોર્ટ

રાજકોટના રેસકોર્સ ખાતે 'શૌર્યનો સિંદૂર મેળો' પણ ધૂમધામથી શરૂ થયો છે. આ મેળો રાજકોટના લોકો માટે જન્માષ્ટમીની ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે. પરંતુ અહીં પણ રાઈડ્સની મજા પહેલા દિવસે અધૂરી રહી છે. R&B વિભાગે હજુ માત્ર 6 રાઈડ્સના પોઝિટિવ રિપોર્ટ આપ્યા છે, અને બાકીની રાઈડ્સની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

આ બંને મેળામાં લાખોની સંખ્યામાં મુલાકાત લેશે. તેથી પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. પોલીસ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાથી લઈને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડબાય રહેશે. રાજકોટના શોર્ય સિંદૂર મેળા લોકમેળાને લઈને રાજકોટ પોલીસે ખુબ જ શાનદાર આયોજન કર્યું છે. ભીડ નિયંત્રણથી લઈને ટ્રાફિક સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે પોલીસે એક પ્રેસ કોન્ફ્રન્સ કરીને લોકોને મેળામાં આવતી વખતે કેટલાક સૂચનોને અનુસરવાની પણ અપિલ કરી હતી. પોલીસ અનુસાર, મેળામાં આવો તો બાળકોને મોબાઈલ નંબર મોઢે કરાવવાનો અથવા તેમના ખિસ્સામાં મોબાઈલ નંબરની પાવતી મૂકવાની સૂચના આપી હતી. તે ઉપરાંત ખિસ્સાના પાછળના ભાગમાં મોબાઈલ કે અન્ય ચીજ-વસ્તુ મૂકવાની મનાઈ ફરમાવી હતી.

તે ઉપરાંત મહિલાઓ સહિત જનતાની સુરક્ષા માટે રોમીયો સ્કોડ સહિત અન્ય પોલીસ કર્મચારીઓની ટીમો બિનડ્રેસમાં મેળામાં ફરતી રહેશે અને અસામાજિક તત્વોની હાજરીનો ખ્યાલ રાખશે.

આ પણ વાંચો-Ahmedabad : આઝાદીના પર્વની અનોખી ઉજવણી, 79માં સ્વતંત્રતા પર્વ પર 79 કિમીની મેરેથોન

Tags :
Advertisement

.

×