Amreli : મોડી રાત્રે કારનાં કાફલા પર થયો હુમલાનો પ્રયાસ, રાજકીય ષડયંત્ર કે પછી..!
- Amreli નાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ
- મોડી રાત્રે કોંગ્રેસનાં નેતા પ્રતાપ દૂધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ
- ધારીનાં દૂધાળા નજીક 3 કાર સાથે પરત ફરી રહ્યા હતા પ્રતાપ દૂધાત
- અજાણ્યા શખ્સોએ પ્રતાપ દૂધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો
Amreli : અમરેલીમાંથી ચોંકાવનારી ઘટનાનાં સમાચાર આવ્યા છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના (Pratap Dudhat) કાફલા પર મોડી રાતે હુમલાનો પ્રયાસ થયો હતો. ધારીનાં દૂધાળા નજીક 3 કાર સાથે પ્રતાપ દૂધાત પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત અમરેલીનાં એસપીને જાણ કરી છે અને આજે મળવા જવાના છે.
Amreli નાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલો!
ગુજરાતનાં અમરેલી જિલ્લામાં (Amreli) ગત મોડી રાતે ચોંકાવનારો બનાવ બન્યો હતો. કોંગ્રેસનાં (Congress) વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના ગીર-સોમનાથ જિલ્લાની 'સરદાર સન્માન યાત્રા'(Sardar Samman Yatra) માંથી પરત ફરતી વખતે ધારીના દૂધાળા નજીક બની હતી. 3 કારનાં કાફલા સાથે પરત ફરી રહેલા પ્રતાપ દુઘાત પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જો કે, આ હુમલો કયાં કારણોસર કરાયો અને કોનાં દ્વારા કરવામાં આવ્યો તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી.
ધારીના દૂધાળા નજીક 3 કાર સાથે પરત ફરી રહ્યા હતા પ્રતાપ દૂધાત
કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે, અમરેલી એસ.પી.ને ગત રાતે થયેલા હુમલાની ઘટના અંગે જાણ કરવામાં આવી છે. પ્રતાપ દુધાત આજે અમરેલી SP ને મળવા જશે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે, પરંતુ હુમલાખોરોની ઓળખ અને મૂળ કારણ હજુ અજાણ્યું છે. જો કે, પ્રાથમિક દ્રષ્ટીએ આ રાજકીય વિરોધને કારણે ષડયંત્ર લાગે છે. જણાવી દઈએ કે, પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને 2017 માં સાવરકુંડલા વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે જાણીતા છે.


