અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ અને સાળો ઝડપાયા, દોષ સાબિત થયો તો કેટલી સજા મળશે
- ગુરૂગ્રામથી ઝડપાઇ નિકિતા સિંઘાનિયા
- નિકિતાની માતા અને ભાઇ ઉત્તરપ્રદેશથી ઝડપાયા
- કોર્ટ દ્વારા તમામને 14 દિવસની કસ્ટડીમાં મોકલી અપાયા
નવી દિલ્હી : અતુલ સુભાષની આત્મહત્યા કેસમાં બેંગ્લુરૂ પોલીસે પત્ની નિકિતા, સાસુ નિશા અને સાળા અનુરાગની ધરપકડ કરી લીધી છે. કોર્ટે ત્રણેયને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ અંગે અતુલને સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેવામાં જાણીએ કે જો તે દોષીત સાબિત થાય છે તો કેટલી સજા થશે?
બેંગ્લુરુ પોલીસે તમામને ઝડપી લીધા
બેંગ્લુરૂમાંકામ કરનારા AI એન્જિનિયર અતુલ સુભાષની સુસાઇડ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બેંગ્લુરૂ પોલીસે રવિવારે અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળાઅનુરાગસિંઘાનિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. અતુલે પોતાના મોત માટે પત્ની નિકિતા અને સસરાને જ જવાબદાર ઠેરવ્યા હતા.
આ પણ વાંચો : Parliament Live Updates : અમે એક રૂપિયો મોકલીએ છીએ અને એક જ રૂપિયો પહોંચે છે - નિર્મલા સીતારમણ
નિકિતા ગુરૂગ્રામ અને સાસુ તથા સાળો પ્રયાગરાજથી ઝડપાયા
પોલીસે નિકિતાની ગુરૂગ્રામ જ્યારે સાસુ અને સાળાને યુપીના પ્રયાગરાજથી ઝડપી લીધા હતા. ત્રણેયને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. અતુલે 9 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે લગભગ ડોઢ કલાકનો વીડિયો અને 24 પેજની સુસાઇડ નોટ પણ છોડી હતી. અતુલે તેમાં પત્ની અને સસુરાલના લોકો પર ખોટા કેસ લગાવીને જબરજસ્તી વસુલવા અને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
અતુલે શું આક્ષેપ કર્યા?
અતુલ અને નિકિતાના લગ્ન 2019 માં થઇ હતી. જો કે લગ્નના વર્ષની અંદરથી જ બંન્ને અલગ અલગ રહી રહ્યા હતા. અતુલે સુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો કે, તેમની પત્ની નિકિતાએ શરૂઆતમાં સેટલમેન્ટ માટે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. ત્યાર બાદ તેને વધારીને 3 કરોડ રૂપિયા કરી દેવાયા હતા.
આ પણ વાંચો : Unjha APMC Election: આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન, ગુજરાત ફર્સ્ટ પર મળશે પળેપળની અપડેટ
નિકિતાના પરિવારે કર્યા હતા પરેશાન
અતુલનો આક્ષેપ હતો કે તેની પત્નીએ તેના પુત્રની તરફથી કેસ દાખલ કર્યો હતો અને દર મહિને 2 લાખ રૂપિયાનું ભરણપોષણ પણ માંગ્યું હતું. 24 પેજની સુસાઇડ નોટમાં અતુલે જણાવ્યું કે, નિકિતા અને તેના પરિવારજનોએ તેના પર ડોમેસ્ટિક વાયોલન્સ, હત્યા, દહેજ, ઉત્પીડનસહિત 9 કેસ દાખલ કરાવ્યા હતા. અતુલે જણાવ્યું કે, નિકિતા અને તેના પરિવારજનો પર ઘરેલું હિંસા, હત્યા, દહેજ ઉત્પીડન સહિત 9 કેસ દાખલ કરાવ્યા હતા. અતુલે તેમ પણ જણાવ્યું કે, લગ્ન બાદથી જ નિકિતા અને તેના પરિવારજનો કોઇને કોઇ બહાને તેની પાસેથી પૈસા માંગતા હતા.
અતુલે વીડિયો બનાવી લગાવ્યા હતા ગંભીર આક્ષેપ
અતુલના વીડિયો અને સુસાઇડ નોટના આધાર પર બેંગ્લુરૂ પોલીસેનિકિતા અને તેના પરિવારજનો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 3(5) હેઠળ કેસ દાખલ કર્યો હતો. અતુલનો મામલો સામે આવ્યા બાદ જ નિકિતા અને તેના પરિવારજનો ઘર છોડીને ભાગી ગયા હતા. રવિવારે પણ જૌનપુરમાં તેમના ઘરે તાળુ લગાવી દીધું હતું.
આ પણ વાંચો : જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 કર્મચારીઓના મૃતદેહથી ચકચાર!


