Jairaj Singh Parmar : જયરાજસિંહ પરમાર અને મહાકાલ સેનાના પ્રમુખ વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાઇરલ!
- Jairaj Singh Parmar ના ભાષણ બાદ ઓડિયો ક્લિપ વાઇરલ!
- ભાષણ રોકવાની ઘટના બાદ ઓડિયો ક્લિપ વાઇરલ
- મહાકાલ સેનાનાં પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ કર્યો કૉલ
- જયરાજસિંહને કૉલ કરીને કહ્યું- બાપુ તમે ખોટા..!
Ahmedabad : ગાંધીનગરનાં માણસા (Mansa) ખાતે રાજપૂત સમાજની એક ગોષ્ટિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ નેતા જયરાજસિંહ પરમારે (Jairaj Singh Parmar) રાજપૂત સમાજ અંગે નિવેદન આપતા રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલે (Yograj Singh Raol) જયરાજસિંહ પરમારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને રાજપૂત સમાજનો ખોટો ઇતિહાસ ન રજૂ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. આ ઘટના બાદ હવે જયરાજસિંહ અને મહાકાલ સેનાના પ્રમુખ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે.
આ પણ વાંચો - રાજવી યુવરાજ સાહેબે રાજપૂત સમાજની ગોષ્ટીમાં જયરાજસિંહ પરમારને કેમ ખખડાવ્યા?
સમાજને તમારા પર ગર્વ છે પણ તમે જે કર્યું તે ખોટું છે : જયદીપસિંહ ઝાલા
ભાજપ નેતા જયરાજસિંહ પરમાર અને મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલા (Jaideep Singh Jhala) વચ્ચે થયેલ વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. માહિતી અનુસાર, મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ જયરાજસિંહ પરમારને કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે, 'બાપુ તમે ખોટા છો, સમાજને તમારા પર ગર્વ છે પણ તમે જે કર્યું તે ખોટું છે.' મહાકાલ સેના પ્રમુખ આગળ કહેતા સંભળાય છે કે તમે વડીલ થઈને આવી ટિપ્પણી કરો તે ખોટું છે. પદ્માવત વાળા કેસમાં હજી સુધી કેસ પાછા ખેંચાયા નથી. ભાજપે રાજપૂત સમાજ માટે કંઈ નથી કર્યું.
આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો
મારી વાતને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી : Jairaj Singh Parmar
જયદીપસિંહે આગળ કહે છે કે, ભાજપના (BJP) એક પણ નેતાએ રાજપૂત સમાજ માટે કંઈ કર્યું નથી. રજાપૂત સમાજ (Rajput Community) માટે કાંઈ નથી કરી શકતા તો આવા નિવેદન પણ ન આપવા જોઈએ. બીજી તરફ જયરાજસિંહ (Jairaj Singh Parmar) કહે છે કે, મારી વાતને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. મીડિયા થકી મારી વાતને ખોટી રીતે ચલાવવામાં આવી છે. નોંધનીય છે કે માણસામાં રાજપૂત સમાજનાં એક કાર્યક્રમ દરમિયાન જયરાજસિંહ પરમાર અને રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઊગ્ર બોલાચાલી જોવા મળી હતી. યોગરાજસિંહે જયરાસિંહ પર રાજપૂત સમાજનાં ઇતિહાસ અને વિરાસત વિશે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. તેમણે જયરાજસિંહ પરમારના નિવેદનોને સમાજની અસ્મિતા અને ગૌરવ સામે અપમાનજનક ગણાવ્યા અને કડક ભાષામાં તેમની ટીકા કરી હતી.
આ પણ વાંચો - Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ