Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું, એલિસ હીલીની શાનદાર કેપ્ટન ઇનિંગ્સ

મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટે હરાવી વન-ડે ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ 331 રન કરવાનો રેકોર્ડ બનાવ્યો, ભારતના 330 રનના લક્ષ્યાંક સામે એલિસ હીલીએ 142 રનની ધમાકેદાર ઇનિંગ રમી. ભારતીય ટીમની ટુર્નામેન્ટમાં સતત બીજી હાર છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું  એલિસ હીલીની શાનદાર કેપ્ટન ઇનિંગ્સ
Advertisement

  • IND W vs AUS W: ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું
  • ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટો રન ચેઝ કરીને ભારતને હરાવ્યું
  • ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસ હીલીએ 142 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની 13મી રોમાંચક મેચમાં આજે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) ક્રિકેટના ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

 ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું

નોંધનીય છે કે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઓપનર સ્મૃતિ મંધાના 80 રન અને પ્રતિકા 75 રનની ધમાકેદાર અડધી સદીની મદદથી 50 ઓવરમાં 330 રનનો વિશાળ અને પડકારજનક સ્કોર બનાવ્યો હતો. મંધાનાએ આ ઇનિંગ્સ દરમિયાન ODIમાં સૌથી ઝડપી 5000 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વિશાળ સ્કોર ખડકી દેવા છંતા પણ ઓસ્ટ્રેલિચાએ ભારતને હરાવ્યું હતું.

Advertisement

Advertisement

IND W vs AUS W:ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટો રન ચેઝ કરીને ભારતને હરાવ્યું

ભારતે આપેલા વિશાળ સ્કોર 331 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને ઓપનર એલિસ હીલીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું. હીલીએ માત્ર 107 બોલમાં 142 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો. મજબૂત શરૂઆત પછી અંતિમ ઓવરોમાં થોડી મુશ્કેલી આવી, પરંતુ એલિસ પેરી 47 રન શાનદાર ઇનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાને 49મી ઓવરમાં 331 રન બનાવીને ઐતિહાસિક જીત અપાવી.

ઓસ્ટ્રેલિયાની આ ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત છે આ જીત સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે.ભારતીય ટીમે શ્રીલંકા અને પાકિસ્તાન સામે જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકા અને હવે ઓસ્ટ્રેલિયા સામેની સતત બીજી હારથી તેમના અભિયાનને મોટો ઝટકો લાગ્યો છે. હવે આગળની મેચોમાં પુનરાગમન કરવા માટે ટીમને વધુ મહેનત કરવી પડશે.ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ નોંધાવ્યો છે, જે આ મેચની સૌથી મોટી હાઇલાઇટ છે.

આ પણ વાંચો:   રવીન્દ્ર જાડેજાએ સંન્યાસ પર મૌન તોડ્યું; 2027 વર્લ્ડ કપ રમવા પર શું કહ્યું?

Tags :
Advertisement

.

×