Baaghi 4 Review : કેવી છે મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baaghi 4' ? જાણો સો. મીડિયા પર દર્શકોએ શું કહ્યું ?
- Baaghi 4 ફિલ્મ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ
- ટાઇગર શ્રોફ, સંજય દત્ત, હરનાઝ સંધુની ફિલ્મ થિયેટરમાં રિલીઝ
- રિલીઝનાં પહેલા દિવસે ફિલ્મ અંગે દર્શકોનાં મિક્સ પ્રતિભાવ
- કેટલાક દર્શકોએ કર્યા વખાણ તો કેટલાકે કરી ટીકા
Baaghi 4 Review : બોલિવૂડનાં એક્શન સ્ટાર તરીકે જાણીતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને 'સંજૂ બાબા' ઊર્ફે સંજય દત્તની (Sanjay Dutt) ફિલ્મ 'બાગી-4' આજે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ઘણા સમયથી સમાચારમાં છે. સાજિદ નડિયાદવાલાના નિર્માણ હેઠળ બનેલી આ ફિલ્મનું ટાઇગર શ્રોફ સાથેનું પહેલું પોસ્ટર બહાર આવ્યું ત્યારથી જ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મ કેવી છે ? તે અંગે પ્રેક્ષકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી છે.
ફિલ્મ 'બાગી-4' નાં ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ વખતે ફિલ્મમાં રોમાન્સ કરતાં એક્શન વધુ હશે, કારણ કે તેમાં ઘણા એવા દ્રશ્યો હતા, જેને બોલિવૂડ (Bollywood) ઘણીવાર બતાવવાનું ટાળતું હોય છે. લાંબા સમય પછી, સ્ક્રીન પર એક્શન કરતા જોવા મળેલા ટાઇગર શ્રોફની આ ફિલ્મ, ભલે દર્શકોને રિલીઝ થયા પછી તે પસંદ આવી રહી હોય કે ન આવી, તેનું પરિણામ હવે સામે આવ્યું છે.
આ પણ વાંચો - SunnyDeol એ રામાયણ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ, હનુમાનના રોલમાં જોવા મળશે
View this post on Instagram
Baaghi 4 Review : દર્શકોને 'બાગી 4' કેવી લાગી ?
ફિલ્મ બાગી 4 માં, ટાઇગર શ્રોફ ફરી એકવાર રોની તરીકે પાછો જોવા મળ્યો છે, પરંતુ આ વખતે તેની સામે શ્રદ્ધા કપૂર કે દિશા પટણી નહીં, પરંતુ હરનાઝ સંધુ (Harnaaz Sandhu) છે, જેણે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં જોરદાર એક્શન, પુષ્કળ ગીતો છે. જોકે, ફિલ્મની વાર્તા મજબૂત છે કે નબળી તે અંગે સોશિયલ મીડિયા મિક્સ રિવ્યૂ જોવા મળ્યા છે. કેટલાક ફિલ્મનાં વખાણ કર્યા છે તો કેટલાકે ફિલ્મની ટીકા કરી છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "માર્ચો અને એનિમલ ભૂલી જાઓ, બાગી 4 ખતરનાક ફિલ્મોનો પિતા છે. ટાઇગરે થિયેટરોમાં આગ લગાવી દીધી છે". બીજા એક દર્શકે લખ્યું કે, "બાગી 4 એક સારી ફિલ્મ છે. વાર્તા સારી છે, ટાઇગરે તેના કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય કર્યો છે, તમારે આ ફિલ્મ જોવી જોઈએ".
આ પણ વાંચો - Giorgio Armani passes away : ફેશન ડિઝાઇનર અરમાનીનું 91 વર્ષની વયે નિધન
કેટલાક દર્શકોએ ફિલ્મની કરી ટીકા!
જ્યારે કેટલાક દર્શકોને આ ફિલ્મ 'એનિમલ'નો (Animal) પિતા લાગી, તો બીજી તરફ, ઘણા લોકોને આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી. એક યુઝરે લખ્યું કે, "બાગી સિંગલ સ્ક્રીન દર્શકો માટે સારી છે, કારણ કે ફિલ્મમાં ઘણી હિંસા છે. વાર્તા અને પટકથા નબળા છે, ગીતો સારા છે, એકંદરે તે એક મસાલા ફિલ્મ છે". બીજા એક યુઝર્સે લખ્યું કે, બાગી 4 કેમ બનાવવી ? ભાઈ ખોટી ફિલ્મો પર પોતાની ઊર્જા લગાવી રહ્યો છે. તે એક સામાન્ય અભિનેતા હોઈ શકે છે પણ તે દરેક ફિલ્મમાં પોતાનું 100% આપે છે. વોર અને સિંઘમ અગેનમાં તેનો અભિનય અદ્ભુત છે."
આ પણ વાંચો - બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ Saiyaara OTT પર રિલીઝ માટે તૈયાર!


