Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાબા વેંગાની ભવિષ્યવાણી: 2026માં સોનું એટલું મોંઘું થશે કે ખરીદવું અશક્ય!

બુલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાએ સોનાના ભાવ અંગે ચોંકાવનારી આગાહી કરી છે. તેમના મતે, 2026માં સોનાના દર એટલા વધી જશે કે તે ખરીદવું લગભગ અશક્ય બનશે અને સોનું 'સત્તાનું પ્રતીક' બની જશે. આના કારણે વિશ્વમાં ગંભીર આર્થિક તંગી આવી શકે છે. તેમણે અમેરિકાને પણ સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી  2026માં સોનું એટલું મોંઘું થશે કે ખરીદવું અશક્ય
Advertisement
  • બાબા વેંગાની ચોંકાવનારી આગાહી, 2026માં સોનું આસમાનને આંબશે (Baba Vanga Gold Prediction )
  • બાબા વેંગાના મતે, 2026માં સોનું ખૂબ મોંઘુ થશે
  • તેમણે કહ્યું કે સોનું માત્ર સંપત્તિ નહીં, પણ 'સત્તાનું પ્રતીક' બનશે
  • ભાવ વધતાં ગરીબ-મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું અશક્ય બનશે
  • વિશ્વમાં ગંભીર આર્થિક તંગી અને વિનાશની ચેતવણી આપી

Baba Vanga Gold Prediction : છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે (Gold Price Prediction), જેના કારણે સામાન્ય નાગરિકો માટે પીળી ધાતુ ખરીદવી લગભગ અશક્ય બની ગયું છે. જોકે, તાજેતરમાં ભાવના ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ભલે દરો ઘટ્યા હોય, પરંતુ 24 કેરેટ સોનાનો ભાવ હજી પણ રૂ. 1,26,000ની ઉપર જ છે. આ બધાની વચ્ચે, બુલ્ગેરિયાના પ્રખ્યાત અંધ ભવિષ્યવક્તા બાબા વેંગાની (Baba Vanga Predictions) સોનાના દર અંગેની ચોંકાવનારી ભવિષ્યવાણી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

સોનાના વર્તમાન ભાવમાં રાહત (Current Gold Price)

જેમ કે અગાઉ જણાવ્યું, છેલ્લા 2-4 દિવસમાં સોનાના વધતા ભાવમાં થોડી રાહત જોવા મળી છે. જે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,000ની નજીક પહોંચી ગયું હતું, તે હવે 24 કેરેટનું રૂ. 1,21,00 આસપાસ પ્રતિ 10 ગ્રામના દરે મળી રહ્યું છે. બજારમાં ઓછી કિંમતના 9 કેરેટ સોનાની માગ પણ વધી છે, જેનાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકો પણ ખરીદી કરી શકે. જોકે, આ ઘટાડો કાયમી છે કે ટૂંક સમયમાં ફરી મોટો ઉછાળો આવશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

Advertisement

Baba Vanga 2026 Prediction

Baba Vanga 2026 Prediction

Advertisement

'સોનું સત્તાનું પ્રતીક બનશે' – Gold as Power Symbol

બાબા વેંગાની આગાહીઓ (Baba Vanga 2026) વિશ્વભરમાં હંમેશા ચર્ચામાં રહે છે. તેમણે સોનાના ભાવ અંગે જે દાવો કર્યો છે, તે રોકાણકારો અને સામાન્ય નાગરિકોને આશ્ચર્યમાં મૂકે તેવો છે. બાબા વેંગાના મતે, આવનારા મહિનાઓમાં સોનાના ભાવમાં ભારે વધારો થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, "એક સમય આવશે જ્યારે સોનું માત્ર સંપત્તિ નહીં, પરંતુ સત્તાનું પ્રતીક (Gold as Power Symbol) બનશે." શું 2025ના વર્ષમાં સોનાના બજારમાં મોટો ધડાકો થવાનો છે, જેના કારણે આર્થિક ઉથલપાથલ જોવા મળશે?

Gold Price Prediction

Gold Price Prediction

2026માં આર્થિક તંગી અને વિનાશની ચેતવણી (Global Economic Crisis)

2026ના વર્ષ અંગે બાબા વેંગાએ કહ્યું છે કે સોનાના દર એટલા ઊંચા થઈ જશે કે ધનિક વર્ગ પણ ખરીદી પહેલાં સો વખત વિચારશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો તે ખરીદવું લગભગ અશક્ય બની જશે. જો તેમની આ આગાહી સાચી ઠરે તો, વિશ્વભરમાં ગંભીર આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે, જેમાં અનેક દેશો વિનાશની કિનારે પહોંચી શકે છે. ખાસ કરીને તેમણે અમેરિકા (US Economic Warning) માટે આર્થિક મોરચે સાવચેત રહેવાની જરૂર હોવાનું પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : મહિલાઓ હવે Gold ના દાગીનાઓ નહીં પહેરી શકે? નિયમ તોડ્યો તો થશે દંડ! જાણો પૂરી વિગત

Tags :
Advertisement

.

×