Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓલિમ્પિક વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ BWF ટૂરમાંથી દૂર રહેશે, જાણો કારણ

આજરોજ જારી કરાયેલ પીવી સિંધુના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મારી ટીમ સાથે ચર્ચા કર્યા પછી અને ડૉ. દિનશા પારડીવાલા સાથે પરામર્શ કર્યા પછી, અમને લાગ્યું કે 2025 માં બાકીની બધી BWF ટૂર ઇવેન્ટ્સમાંથી ખસી જવું મારા માટે શ્રેષ્ઠ રહેશે."
ઓલિમ્પિક વિજેતા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ bwf ટૂરમાંથી દૂર રહેશે  જાણો કારણ
Advertisement
  • પીવી સિંધુ આગામી વર્લ્ડ ટૂરમાંથી દૂર રહેશે
  • સ્વાસ્થ્ય કારણોસર પીવી સિંધુએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું
  • પીવી સિંધુના પરફોર્મન્સ પર અસર પડી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

PV Sindhu withdraws from BWF World Tour : બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ 2025 સીઝનની બાકીની BWF ટૂર ઇવેન્ટ્સમાંથી દૂર (PV Sindhu withdraws from BWF World Tour) થવાનો નિર્ણય લીધો છે. પીવી સિંધુએ યુરોપિયન લીગ પહેલા પગની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. 2025 BWF સીઝન 21 ડિસેમ્બરે વર્લ્ડ ટૂર ફાઇનલ્સ સાથે સમાપ્ત થશે.

સલાહ લીધા પછી લેવામાં આવ્યો

સમાચાર એજન્સીએ 30 વર્ષીય હૈદરાબાદ નિવાસી પીવી સિંધુને (PV Sindhu withdraws from BWF World Tour) ટાંકીને કહ્યું કે, આ નિર્ણય તેમની સપોર્ટ ટીમ અને પ્રખ્યાત સ્પોર્ટ્સ ઓર્થોપેડિસ્ટ ડૉ. દિનશા પારડીવાલા સહિત તબીબી નિષ્ણાતોની સલાહ લીધા પછી લેવામાં આવ્યો છે.

Advertisement

મારા માટે શ્રેષ્ઠ રહેશે

સોમવાર, 27 ઓક્ટોબર, 2025 ના રોજ જારી કરાયેલ પીવી સિંધુના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મારી ટીમ સાથે ચર્ચા કર્યા પછી અને ડૉ. દિનશા પારડીવાલા સાથે પરામર્શ કર્યા પછી, અમને લાગ્યું કે 2025 માં બાકીની બધી BWF ટૂર ઇવેન્ટ્સમાંથી ખસી (PV Sindhu withdraws from BWF World Tour) જવું મારા માટે શ્રેષ્ઠ રહેશે."

Advertisement

પરિસ્થિતિઓ તમારી ધીરજની કસોટી કરે છે

પીવી સિંધુએ (PV Sindhu withdraws from BWF World Tour) કહ્યું, "યુરોપિયન લેગ પહેલાં મને થયેલી પગની ઈજા હજુ સુધી સંપૂર્ણપણે સાજી થઈ નથી. ઈજાઓ કોઈપણ ખેલાડીના કારકિર્દીનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જોકે તેને સ્વીકારવી સરળ નથી. આવી પરિસ્થિતિઓ તમારી ધીરજની કસોટી કરે છે અને તમને મજબૂત રીતે પાછા આવવા માટે પ્રેરિત કરે છે."

રિકવરી અને તાલીમ જારી

પીવી સિંધુએ (PV Sindhu withdraws from BWF World Tour) લખ્યું, "રિકવરી અને તાલીમ પહેલાથી જ ચાલી રહી છે. ડૉ. વેન લોમ્બાર્ડની સતત સંભાળ, નિશા રાવત અને ચેતનાનો ટેકો અને મારા કોચ ઇરવાંસ્યાહનું માર્ગદર્શન મને દરરોજ શક્તિ આપે છે." મારામાં તેમનો વિશ્વાસ મારા પોતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.

આપ સૌનો આભાર

પીવી સિંધુએ (PV Sindhu withdraws from BWF World Tour) એમ પણ લખ્યું, "હું આગળ શું છે તે માટે પહેલા કરતાં વધુ પ્રેરિત, આભારી અને ઉત્સુક અનુભવું છું. તમારા અપાર પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર; તે ખરેખર શબ્દોની બહાર છે. આ સફર ટૂંક સમયમાં ચાલુ રહેશે."

પેરિસ ઓલિમ્પિક્સમાં નબળો દેખાવ

ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિક્સમાં વહેલા બહાર થયા પછી, આ વર્ષ પીવી સિંધુ માટે સારું રહ્યું નથી. તે ઘણી સ્પર્ધાઓના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી અને એક પણ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચો -----  Shreyas Iyer Injury Update : ભારતના ODI ઉપ-કપ્તાન ICU માં સારવાર હેઠળ, સિડનીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

Tags :
Advertisement

.

×