Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાગેશ્વર બાબાએ નાના ભાઇ સાથે તોડ્યા સંબંધ, મારે ને તેને કોઇ લેવા દેવા નથી

બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઇ શાલીગ્રામ ગર્ગે પોતાના પરિવાર સાથેના તમામ સંબંધો તોડી દીધા છે.
બાગેશ્વર બાબાએ નાના ભાઇ સાથે તોડ્યા સંબંધ  મારે ને તેને કોઇ લેવા દેવા નથી
Advertisement
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઇએ છેડો ફાડ્યો
  • બાગેશ્વર ધામ સાથે કોઇ લેવા દેવા નહી હોવાનું જણાવ્યું
  • ફેમિલી કોર્ટમાં પણ પોતાના નિર્ણય અંગે જાણ કરી હોવાનો દાવો

નવી દિલ્હી : બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઇ શાલીગ્રામ ગર્ગે પોતાના પરિવાર સાથેના તમામ સંબંધો તોડી દીધા છે. તેમની આ જાહેરાત કરતો એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં તેઓ પોતાના તમામ સંબંધો પૂર્ણ કરી રહ્યા હોવાની અને આ અંગેની અધિકારીક જાણ ફેમિલી કોર્ટમાં પણ કરી હોવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Himachal Pradesh માં મોટી બસ દુર્ઘટના, અનેક લોકોના મોતની આશંકા

Advertisement

સૌરવ ગર્ગનો વીડિયો થઇ રહ્યો છે VIRAL

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઇ શાલિગ્રામ ઉર્ફે સૌરવ ગર્ગનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પોતાના તમામ સંબંધો તોડવાની વાત કરી રહ્યા છે. જો કે Gujarat First આ વીડિયોની પૃષ્ટિ કરતું નથી. આ વીડિયોમાં શાલિગ્રામ કહે છે કે, તેના કારણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની છબી ખરાબ થઇ રહી છે. જેના માટે તેઓ માફી માંગે છે. હવે તેમને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે અથવા તો બાગેશ્વર બાલાજી મંદિર સાથે કોઇ લેવા દેવા નથી. તેમનો દાવો છે કે તેમણે પોતાના આ નિર્ણયની જાણ ફેમિલી કોર્ટને પણ કરી છે.

Advertisement

શાલિગ્રામ ગર્ગે ફેમિલી કોર્ટને પણ કરી જાણ

2 મિનિટના આ વીડિયોમાં શાલીગ્રામ ગર્ગે માફી માંગી છે. શાલિગ્રામ ગર્ગે વીડિયો જાહેર કરીને પોતાનો છેડો સમગ્ર પરિવાર સાથે ફાડી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાલિગ્રામ ગર્ગ ઘણા વિવાદોમાં રહ્યા છે. તેના પર મારામારી, બિનકાયદેસર હથિયાર રાખવા, એસસીએસટી એક્ટ હેઠળ કેસ દાખલ છે. હાલમાં જ તેમના પર એક ટોલ પ્લાઝા પર મારામારી કરવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો : Banaskantha : વાવ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ BJP નાં સ્વરૂપજી ઠાકોર આજે લેશે શપથ

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હિંદુ જોડો યાત્રામાં વ્યસ્ત

હાલમાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુ જોડો યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં લોકો, અનેક મોટી સેલેબ્રિટી અને સાધુ સંતો પણ જોડાયા હતા. જેમાં શાલિગ્રામ ગર્ગ પણ જોવા મળ્યા હતા. ગર્ગે આ નિર્ણય તેવા સમયે લીધો છે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી હિંદુ સમાજના લોકોને એક કરવા માટેનું આહ્વાન કરી ચુક્યા છે. તેઓ જાતિવાદને ખતમ કરીને લોકોને ભારતીય બનવા માટેની અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : UP ના ફતેહપુરમાં નૂરી મસ્જિદ પર બુલડોઝર એક્શન, ભારે પોલીસ ફોર્સ તૈનાત...

Tags :
Advertisement

.

×