બાગેશ્વર બાબાએ હિંદુ એકતા યાત્રા કાઢી, 9 દિવસ સુધી સતત ચાલીને કરશે મોટું કામ
ઉજ્જૈન : મધ્યપ્રદેશના છત્તરપુર ખાતે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ગુરૂવારે હિંદુ એકતા યાત્રાની શરૂઆત કરી. લાખો અનુયાયીઓ સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામના બાલાજી મંદિરમાં દર્શન બાદ 9 દિવસની પદયાત્રા શરૂ કરી હતી.
મધ્યપ્રદેશના છતરપુર ખાતે બાગેશ્વરધામથી ગુરૂવારે નિકળેલી હિંદુ એકતા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા. તેઓ છતરપુરથી ઓરછા સુધી 1 કિલોમીટરની યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રાની જાહેરાત કરતાની સાથે જ બાગેશ્વર ધામમાંથી લાખો લોકો આવવા લાગ્યા હતા. બાબાનો દાવો છે કે, તેઓ કરોડો હિંદુઓને એક કરવાના ઇરાદાથી આ યાત્રા કાઢી રહ્યા છે.
આ પણ વાંચો : કોણ છે Sagar Adani?, Gautam Adani લાંચ કેસમાં સામે આવ્યું નામ...
હિંદુઓ વચ્ચે જાતીગત ભેદભાવ દુર કરવાનો છે
હિંદુઓ વચ્ચે જે જાતીગત ભેદભાવ અને અસ્પૃશ્યતા અને દલિત અને સવર્ણ જેવા જે વાડા છે તે પાડીને સર્વ હિંદુ સમાજને એક કરવા માટેની આ યાત્રા છે. જેમાં તેઓ 9 દિવસ સુધી પગપાળા લોકો સાથે ઓરછા સુધી પહોંચશે. ઓરછા ધામમાં 29 નવેમ્બરે યાત્રા સંપન્ન થશે.ઓરછા ધામમાં 29 નવેમ્બરે યાત્રા સંપન્ન થશે.
બાગેશ્વર ધામની યાત્રામાં લાખો લોકો જોડાયા
યાત્રા મધ્યપ્રદેશ ઉપરાંત યુપીના મઉરાનીપુર જિલ્લામાંથી પણ પસાર થશે. બાગેશ્વર ધામ દ્વારા જણાવાયું કે, યાત્રામાં દેશ વિદેશના લાખો લોકો જોડાયા હતા. હાથી, ઘોડા અને ભવ્ય ઝાંકી સાથે લાખો લોકો યાત્રામાં ઓરછા સુધી પગપાળા યાત્રા કરશે.
આ પણ વાંચો : Israel ના PM ની મુશ્કેલીમાં વધારો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે આપ્યો મોટો ઝટકો?
હિંદુઓમાં એકતામાં સતત ઘટાડો થઇ રહ્યો છે
એકતા અંગે કેટલાક નારાઓ પણ બોલવામાં આવ્યા હતા. બાગેશ્વર સરકારને ઠાના હૈ, ભારત કો ભવ્ય બનાના હૈ. આ યાત્રા અંગે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, હિંદુઓમાં એકતા ઘટી છે. તેમને એક કરવા માટે યાત્રા કાઢવી પડશે. આજ વકફ બોર્ડ પાસે સાડા 8 લાખ એકર જમીન કઇ રીતે હોય. એકતા હોત તો તિરુપતી બાલાજીના મંદિરના પ્રસાદમાં કઇ રીતે ચર્બી આવી. રામ મંદિરમાં 500 વર્ષ કેમ લાગ્યા. એકતા હોત તો રાજસ્થાનમાં કન્હૈયાએ જીવ ન ગુમાવવો પડ્યો હોત . પાલઘરમાં સંતોની હત્યા ન થઇ હોત. હિંદુ કાયર થઇ ગયો છે.
આ પણ વાંચો : AUS vs IND:યશસ્વી જયસ્વાલ રચશે ઈતિહાસ, તુટશે 10 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ


