ઉત્તરપ્રદેશના બહરાઇચમાં નાવ પલટી જતા 22 લોકો ડૂબ્યા, 4 લોકોને બચાવાયા
- Bahraich Boat Accident: ઉત્તરપ્રદેશના બહરાઇચમાં મોટી દુર્ઘટના
- કૌડિયાલા નદીમાં નાવ પલટી જતા 22 લોકો ડૂબ્યા
- નદીમાંથી ચાર લોકોને સુરક્ષિત બહાર કઢાયા
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં બુધવારે મોડી સાંજે એક મોટી દુર્ઘટના બની છે. કટાર્નિયાઘાટના ટ્રાન્સ-ગેરુઆ વિસ્તારમાં આવેલી કૌડિયાલા નદી માં ગ્રામજનોને લઈ જતી નાવ અચાનક પલટી ગઈ. આ અકસ્માતમાં નાવમાં સવાર 26 ગ્રામજનોમાંથી 22 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે માત્ર ચાર લોકો સુરક્ષિત તરીને કિનારે પહોંચી શક્યા છે.પ્રસાશન દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અંધારાના લીધે હાલ બચાવ કામગીરીમાં થોડી અડચણ આવી રહી છે.
Bahraich Boat Accident: ઉત્તરપ્રદેશના બહરાઇચમાં નાવ પલટી
નોંધનીય છે કે કટાર્નિયાઘાટના ટ્રાન્સ-ગેરુઆ વિસ્તારમાં આવેલી કૌડિયાલા નદી માં ગ્રામજનોને લઈ જતી નાવ અચાનક પલટી ગઈ.22 લોકો હજુપણ લાપતા છે,તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભરતપુર ગામના આ રહેવાસીઓ લખીમપુર ખીરી જિલ્લાના ખૈરતિયા બજાર માંથી રોજિંદી ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા. ભરતપુર ગામ ગાઢ જંગલ અને નદીની પેલે પાર આવેલું હોવાથી, નદી દ્વારા પરિવહન અનિવાર્ય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે ૬ વાગ્યાની આસપાસ જ્યારે હોડી ગામ તરફ પાછી ફરી રહી હતી, ત્યારે નદીના જોરદાર પ્રવાહ ને કારણે હોડીએ કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ.આ દુર્ઘટનામાં બચી ગયેલા ચાર લોકોમાં લક્ષ્મી નારાયણ (વિસેસરના પુત્ર), રાની દેવી (રામધરની પત્ની), જ્યોતિ (આનંદ કુમારની પુત્રી) અને હરિમોહન (રામકિશોરના પુત્ર) નો સમાવેશ થાય છે.
Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath takes cognisance of the boat capsize incident in Bharatpur village, Bahraich district. CM directs officials to immediately reach the spot and expedite relief work. CM directed district administration officials and SDRF teams to reach the…
— ANI (@ANI) October 29, 2025
Bahraich Boat Accident: નાવ પલટી જતા 22 લોકો લાપતા
નોંધનીય છે કે બીજી તરફ, બોટ ચાલક મિહિનલાલ પુટ્ટીલાલના પુત્ર સહિત બાવીસ જેટલા લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં ભરતપુરના રહેવાસીઓ ઉપરાંત કેટલાક મહેમાનો પણ સામેલ હોવાનું કહેવાય છે, જેના કારણે ગણતરીમાં મૂંઝવણ છે.સ્થાનિક ગ્રામજનોનો દાવો છે કે હાલમાં ચૌધરી ચરણસિંહ ઘાઘરા બેરેજના દરવાજા ખોલવામાં આવતા નદીનો પ્રવાહ અચાનક વધી ગયો છે, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે.
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સક્રિય થયું છે. એસડીએમ મિહિપુરવા રામદયાલ, તહસીલદાર અને સુજૌલીના સ્ટેશન હાઉસ ઓફિસર પ્રકાશ ચંદ્ર શર્મા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે, નદીનો તીવ્ર પ્રવાહ અને રાતનું અંધારું શોધ અને બચાવ કામગીરી (Search and Rescue Operation) માં ગંભીર અવરોધ ઊભો કરી રહ્યા છે. સ્થાનિક લોકો પણ પોતાની રીતે ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકારી સ્તરે બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભેદી વિસ્ફોટ થતા ક્રિકેટ રમતા ચાર બાળકો ઘાયલ


