'બાલિકા વધૂ'ની 'આનંદી' બની દુલ્હન,અવિકા ગોરે મિલિંદ ચંદવાની સાથે કર્યા લગ્ન
- 'બાલિકા વધૂ' ફેમ AvikaGor ના ધામધૂમથી કર્યા લગ્ન
- બ્રાઇડલ લહેંગામાં અવિકા ગોર અત્યંત સુંદર લાગતી હતી
- આ ગ્રાન્ડ વેડિંગમાં ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર હાજર રહ્યા હતા
ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી અને 'બાલિકા વધૂ' ફેમ અવિકા ગોરે આખરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે લગ્ન કરી લીધા છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ હિંદુ રીત-રિવાજો અનુસાર આ કપલે સાત ફેરા લીધા હતા. લગ્ન સમારોહના પહેલા ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.લાલ રંગના બ્રાઇડલ લહેંગામાં અવિકા ગોર અત્યંત સુંદર અને આકર્ષક લાગી રહી હતી. ચાહકો તેના દુલ્હનના લૂકની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.
AvikaGor એ કર્યા ધામધૂમથી લગ્ન
અવિકાના લગ્નની જાન સવારે પહોંચી હતી. જ્યારે લગ્નના ફેરા બપોરે થયા હતા. મિલિંદ ચંદવાની પોતાની થનારી પત્નીને લેવા માટે સ્કૂટર પર પહોંચ્યા હતા, જે આ લગ્નનું ખાસ આકર્ષણ બન્યું હતું.આ ગ્રાન્ડ વેડિંગમાં ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા સ્ટાર્સે હાજરી આપી હતી, જેમાં હિના ખાન, ઈશા માલવિયા, રૂબીના દિલેક, મુનવ્વર ફારૂકી અને સોનાલી બેન્દ્રે જેવા કલાકારો શામેલ હતા.
View this post on Instagram
બ્રાઇડલ લહેંગામાં AvikaGor અત્યંત સુંદર લાગતી હતી
લગ્નના લૂકની વાત કરીએ તો, અવિકાએ બ્લડ રેડ રંગનો લહેંગો પહેર્યો હતો, જેને તેણે લીલા રંગની કુંદન જ્વેલરી સાથે મેચ કર્યો હતો. કુંદન વર્કની ચૂડીઓથી તેનો દેખાવ એકદમ 'રોયલ બ્રાઇડ' જેવો લાગી રહ્યો હતો. બીજી તરફ, વરરાજા મિલિંદે સોનેરી રંગની શેરવાની અને પાઘડી પહેરી હતી. લગ્ન બાદ આ જોડીએ મીડિયા સામે પોઝ આપ્યો હતો અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
AvikaGorના ફેન્સે આપ્યા અભિનંદન
અવિકા અને મિલિંદનો વેડિંગ વીડિયો જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. એક યુઝરે કમેન્ટ કરી, "અમારી આનંદી આટલી મોટી થઈ ગઈ કે હવે તેના લગ્ન થઈ ગયા... ખૂબ ખૂબ અભિનંદન." અન્ય એક યુઝરે લખ્યું, "બાલિકા વધૂ પણ બાલિક (પુખ્ત) થઈ ગઈ... તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન."
આ પણ વાંચો: ' ગોવિંદા-સુનીતા આહુજા 15 વર્ષથી અલગ રહે છે: પત્નીનો ચોંકાવનારો ખુલાસો


