Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mount Abu માં 3 દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ, જાણો શું છે કારણ

Mount Abu: રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક ભારે વરસાદથી આબુ રોડનો રસ્તો તૂટી જતાં નિર્ણય માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય Mount Abu: માઉન્ટ આબુમાં 3 દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. જેમાં રાત્રીના 8:30 થી...
mount abu માં 3 દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ  જાણો શું છે કારણ
Advertisement
  • Mount Abu: રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક
  • ભારે વરસાદથી આબુ રોડનો રસ્તો તૂટી જતાં નિર્ણય
  • માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય

Mount Abu: માઉન્ટ આબુમાં 3 દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. જેમાં રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક છે. ભારે વરસાદથી આબુ રોડનો રસ્તો તૂટી જતાં નિર્ણય લેવામાં આવ્યો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય છે. જેમાં આબુમાં પ્રવાસીઓની અવર-જવર રોક લગાવવામાં આવી છે. તેમજ હોટલ માલિકોને 3 દિવસ હોટલ ખાલી રાખવા આદેશ છે.

abu nature

Advertisement

નાના વાહનોને અવર જવર કરવા છૂટ અપાઈ

ઉલ્લેખનીય છે કે નાના વાહનોને અવર જવર કરવા છૂટ અપાઈ છે. જેમાં માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડની એક સાઈડની દિવાલ ધરાસાયી થઇ છે. માઉન્ટ આબુમાં ચોમાસાની સીઝનમાં પડી રહેલા અવીરત વરસાદના કારણે રોડની એક બાજુની દિવાલ ખાઈમાં ધરાસાયી થતા એક તરફો માર્ગ બંધ કરાયો છે. તેથી તંત્ર દ્વારા ભારે વાહનો, સરકારી બસો, પ્રાઇવેટ બસો સહિત ઓવર લોડ ટ્રક માઉન્ટ આબુ પર આવવા દેવા પર પ્રતિબંધ કરાયો છે. તેમજ નાના વાહનોને અવર જવર કરવા છૂટ અપાઈ છે. તથા જીવન જરૂરિયાત વસ્તુઓ માટે નાના વાહનોને માઉન્ટ આબુમાં લઇ જવા માટે છૂટ અપાઈ છે.

Advertisement

abu market

Mount Abu: રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી અવર જવર પર સંપૂર્ણ બંધ

રાત્રીના 8:30 થી સવારે 6:00 વાગ્યાં સુધી માઉન્ટ આબુ અવર જવર પર સંપૂર્ણ બંધ માટે આદેશો અપાયા છે. તંત્ર દ્વારા માઉન્ટ આબુનો માર્ગ બંઘ કરી તૂટી ગયેલા માર્ગને રીપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે હોટલના સંચાલકોને કોઈ પણ પ્રકારના પ્રવાસીઓને રૂમ નહીં આપવા અંગેની જાણ કરવામાં આવી છે. માઉન્ટ આબુમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ધોવાઈ ગયેલા માર્ગને રીપેરીંગ કરવામાં તંત્રને મુશ્કેલીઓ પડી રહી છે.

આ પણ વાંચો: Vice President Elections 2025: ધનખડનું સ્થાન કોણ લેશે? ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન, રાધાકૃષ્ણન અને સુદર્શન વચ્ચે સીધો મુકાબલો

Tags :
Advertisement

.

×