Banaskantha : વાવ પાસે 2.8 તીવ્રતાનો ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાન નહીં
- Banaskantha સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકપનો આંચકો.
- બનાસકાંઠા ના વાવ પાસે 2.8 ની તિવ્રતાનો ભૂકંપ નો આંચકો.
- 10.26 કલાકે નોંધાયો ભૂકંપ.
- જો કે ભૂકંપની તિવ્રતા ખૂબ ઓછી
પાલનપુર : બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લાના વાવ તાલુકા પાસે આજે (17 સપ્ટેમ્બર, 2025) 10:26 કલાકે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુવાયો છે. આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાથી કોઈ જાનમાળ નુકસાન કે મોટું નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ આંચકો બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં અનુભવાયો હોવાની માહિતી સામે આવી રહી છે, પરંતુ તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના લોકોને તેનો ખ્યાલ પણ આવ્યો નહતો.
આ પણ વાંચો- પાનલપુરથી અમદાવાદ જતા Praveen Togadia ની ગાડીનું ટાયર ફાટ્યું : તોગડિયા સુરક્ષિત
IMDના અનુસાર, ભૂકંપનું એપિસેન્ટર વાવ તાલુકા પાસે 10 કિલોમીટરની ઊંડાઈ પર હોવાની માહિતી સામે આવી રહી છે. તીવ્રતા 2.8 રિક્ટર સ્કેલ પર હતી, જે હળવા ભૂકંપની શ્રેણીમાં આવે છે. આવા ભૂકંપમાં સામાન્ય રીતે કોઈ નુકસાન થતું નથી. મળી રહેલી માહિતી અનુસાર, વાવ અને આસપાસના વિસ્તારોમાં માત્ર હળવો આંચકો અનુભવાયો હતો. IMDએ જણાવ્યું કે આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાથી કોઈ જોખમ નથી.
બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે હવે ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, રાહતની વાત તે છે કે, આ આંચકો હળવો હોવાથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ સ્થાનિકોમાં ચિંતા વધી છે. તેઓ કહે છે કે વરસાદી વાતાવરણથી જમીનમાં ફેરફારો થઈ શકે છે, જે ભૂકંપનું કારણ બને છે.
આ પણ વાંચો- સુરત : એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસ સામે બુટલેગરનો નવો કિમિયો નિષ્ફળ


