Banaskantha : પાલનપુરની ઠગ ટોળકીએ લોનના નામે ખેડૂત પાસેથી પડાવ્યા ત્રણ લાખ રૂપિયા, નોંધાઇ ફરિયાદ
- Banaskantha : પાલનપુરની ઠગ ટોળકીએ ખેડૂતો પાસેથી લોનના નામે લાખો રૂપિયા પડાવ્યા
- વિજય વાલમિયા, ધવલ પરમાર અને કિરણ પરમારે ખેડૂત પાસેથી પડાવ્યા ત્રણ લાખ રૂપિયા
- રાનેર ગામના ખેડૂતો સાથે સબસીડીવાળી લોન આપવાની લાલચે કરવામાં આવી છેતરપિંડી
કાંકરેજ : બનાસકાંઠાના (Banaskantha) કાંકરેજ તાલુકાના રાનેર ગામના ખેડૂતો સાથે લોન કરી આપવાના નામે પાલનપુરની ઠગ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી લીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, પાલનપુરમાં એકતા ફાઈનાન્સ નામની પેઢી ચલાવતા ત્રણ શખ્સોએ રાનેર ગામના વિજુભા જાદવ અને તેમના કાકાના દીકરા કિરણસિંહ જાદવને પશુપાલન માટે સબસીડીવાળી સરકારી યોજનાવાળી લોન કરી આપવાની બાંહેધરી આપી હતી.
કાંકરેજ તાલુકાના રાનેર ગામના વિજુભા જાદવ અને કિરણસિંહ જાદવને એકતા ફાઈનાન્સ નામની પેઢી ચલાવનારા વિજય વાલમિયા અને ધવલ પરમાર દ્વારા 40-40 લાખ રૂપિયાની લોન કરી આપવાનું કહ્યું હતું. આ લોનમાં સરકાર તરફથી સબસીડી મળતી હોવાની ખોટી માહિતી આપવામાં આવી હતી. તે પછી ખેડૂત પાસેથી પડાવવા માટે લોન કરાવવા માટેની પ્રક્રિયાના સહિત અલગ-અલગ બહાનાઓ હેઠળ ખેડૂતો પાસેથી પૈસાની માંગણીઓ ચાલુ કરી હતી.
ઠગ ટોળકીએ અલગ-અલગ સમયે વિવિધ બહાનાઓ કરીને ખેડૂતો પાસેથી 3,32000 રૂપિયા પડાવી લીધા હતા. ખેડૂતોએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે પશુપાલનનો વ્યવસાય વધારવા માટે નવા પશુ લાવવાની જરૂર પડી હોવાથી તેઓ લોન કરવવા ઈચ્છતા હતા. આ બંને ભાઈઓને જાણવા મળ્યું કે, પાલનપુરમાં બિહારી બાગ પાસે આવેલી એકતા ફાઈનાન્સની પેઢીમાં પશુઓની લોન કરી આપવામાં આવે છે. તે પછી બંને ખેડૂત ભાઈઓએ ઓફિસનો સંપર્ક કર્યો અને ત્યાર પછી આરોપી વિજય અને ધવલના કહ્યાં પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો- અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા, મૃતક Bardoli ના રાયડ ગામના વતની
ખેડૂતોના ઘરે બેંકનો કર્મચારી બનીને વિઝીટના બહાને આવેલા કિરણ પરમારને પણ 10,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ લોન મળે તેમાંથી 40% સબસીડી મળશે તેના અલગથી 2 લાખ રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી. તેથી વિજુભા જાદવ અને કિરણસિંહ જાદવે પાલનપુર એરોમા સર્કલ જઈને ધવલ પરમારને રોકડા બે લાખ રૂપિયા આપ્યા હતા. તે પછી ઢોરની વીમાના નામે પણ 55000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ બંને ભાઈઓ પાસે 40 હજાર રૂપિયાની જ સગવડ થઈ હોવાના કારણે તેઓ ફરીથી પાલનપુર એરોમા સર્કલ પર જઈને પૈસા આપી આવ્યા હતા.
વિજય વાલમિયા, જે પોતાને બીજેપીનો કાર્યકર્તા પણ ગણાવે છે
શિહોરી પોલીસની પ્રશંસનિય કાર્યવાહી
આમ વિવિધ સમયે અને તારીખે ખેડૂતો પાસેથી કુલ ત્રણ લાખ 32 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આટલા બધા પૈસા આપ્યા હોવા છતાં પણ વધારે પૈસાની માંગણી ચાલું રાખતા ખેડૂતોને શંકા ગઈ હતી. વધારે તપાસ કરતાં ખેડૂતોને ખ્યાલ આવ્યો કે આપણા સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તેમને શિહોરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈન હર્ષદ ઠક્કરને તમામ આપવીતિ સંભળાવવામાં આવી હતી. તેમનને ખ્યાલ આવી ગયો કે જગતના તાત સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
આ અંગે શિહોરી પોલીસે વધારે તપાસ કરતાં ખેડૂતોની વાત સત્ય હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી પોલીસે એફઆઈઆર નોંધીને ઠગ ટોળકીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેથી આગામી સમયમાં આ ઠગ તત્વો અન્ય ખેડૂતો સાથે છેતરપિંડી આચરી શકે નહીં.
એકતા ફાઈનાન્સના નામે છેતરપિંડી કરતો ધવલ પરમાર, ગામ- કાલેડા
આરોપી વિજય વાલમીયા, ધવલ પરમાર અને તેમના સાથે જોડાયેલો કિરણ પરમાર છેતરપિંડી આચરવામાં મુખ્ય કર્તાહર્તા હોવાનું સામે આવ્યું છે. જેઓ બનાસકાંઠાના પાલનપુર પંથક સહિતના વિસ્તારમાં અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઠગ ટોળકીએ ખેરાલુ તાલુકાના એક ખેડૂત પાસેથી અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે, તો છાપીના એક પશુપાલક પાસેથી દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી રહી છે.
તે ઉપરાંત વડગામના એક ખેડૂત પાસેથી પણ ત્રણ લાખ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરી છે. આ ખેડૂતો પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપી છે. જોકે, પાલનપુર પોલીસની ઢીલી કામગીરીના કારણે એફઆઈઆર નોંધાઈ નહતી.
જણાવી દઈએ કે, વિજય બળવંત ભાઈ વાલમિયા પાલનપુરના ઘોડિયાલ ગામનો વતની છે, તો ધવલ પ્રવિણ ભાઈ પરમાર કાલેડા ગામનો વતની છે. તો કિરણ પરમાર સિસરાણાનો રહેવાસી છે. આ તમામ ગામ બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા છે. જે જિજ્ઞેશ મેવાણીની વિધાનસભા સીટ છે.
ખેડૂતોના ખેતરોમાં વિઝિટના નામે જઈને પૈસા પડાવતો કિરણ પરમાર
ઉલ્લેખનિય છે કે, આ ઠગ ટોળકી પાલનપુરમાં પાછલા ઘણા સમયથી એક્ટિવ હોવાની માહિતી મળી રહી છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ખેડૂતો સાથે તેમને છેતરપિંડી આચરી હોઈ શકે છે. આ દિશામાં પણ શિહોરી પોલીસ તટસ્થ રીતે તપાસ કરશે, તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે.
અહેવાલ- કમલેશ નાંભાણી- બનાસકાંઠા (પાલનપુર-ડીસા)
આ પણ વાંચો- સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા,’ગોંડલ’ અને ‘રીબડા’ની રાજનીતિ પર સીધો સંવાદ


