Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : નવા નક્કોર પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું કૌભાંડ

Banaskantha : રાજ્યમાં રોજ નવા કૌભાંડ ઉજાગર થતાં રહે છે ત્યારે આજે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં થરાદ વિસ્તારમાં અલગ અલગ ધોરણના અને અલગ અલગ વિષયોના પુસ્તકો જે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવે છે તે પુસ્તકો...
banaskantha   નવા નક્કોર પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું કૌભાંડ
Advertisement

Banaskantha : રાજ્યમાં રોજ નવા કૌભાંડ ઉજાગર થતાં રહે છે ત્યારે આજે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં થરાદ વિસ્તારમાં અલગ અલગ ધોરણના અને અલગ અલગ વિષયોના પુસ્તકો જે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવે છે તે પુસ્તકો પસ્તીમાં આપી દેવાયા છે. વર્ષ 2023-24ના વર્ષના આ પુસ્તકો પસ્તીમાં પધરાવી દેવાતા ભારે હોબાળો મચી ગયો છે.

Advertisement

2023-24 વર્ષના નવા નક્કોર પુસ્તકો પસ્તીના ગોડાઉનમાં વેચી દેવાનું કૌભાંડ

થરાદમાં નવા નકોર પુસ્તકોનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અપાતા પુસ્તકો પસ્તીના ગોડાઉનમાં જોવા મળ્યા છે. 2023-24 વર્ષના નવા નક્કોર પુસ્તકો પસ્તીના ગોડાઉનમાં વેચી દેવાનું કૌંભાડ જોવા મળ્યું છે.

Advertisement

થરાદમાં નવા નકોર પુસ્તકોનું મોટું કૌભાંડ
2023 24 વર્ષના નવા નક્કોર પુસ્તકો પસ્તીના ગોડાઉનમાં
અલગ અલગ ધોરણ અને વિષયના પુસ્તકો પસ્તીમાં
પાઠયપુસ્તક મંડળ દ્વારા અપાતા નિ:શુલ્ક પુસ્તકો પસ્તીમાં
મોટી માત્રામાં પુસ્તકો બારોબાર પસ્તીમાં વેચવાનું કૌભાંડ
ધો.2,3,5,6,7,8,10ના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા
શાળાએ પુસ્તકો બાળકોના બદલે પસ્તીમાં આપી દીધા
કે.આર.ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પસ્તીને કરત કરવામાં આવે છે
કતરનો દાડમના પેકિંગમાં થાય છે ઉપયોગ

ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ

ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અપાતા નિ:શુલ્ક પુસ્તકો પસ્તીમાં જોવા મળતાં હોબાળો મચી ગયો છે. ગુજરાત ફર્સ્ટે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ફર્સ્ટની તપાસમાં અલગ અલગ ધોરણ અને વિષયના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા છે.

શાળાએ બાળકોને આપવાના પુસ્તકો પસ્તીમાં વેચી દીધા

ચોંકાવનારી વાત તો એ છે કે મોટી માત્રામાં પુસ્તકો બારોબાર પસ્તીમાં વેચવાનું કૌભાંડ થયું છે. ધો.2,3,5,6,7,8,10ના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા છે. શાળાએ પુસ્તકો બાળકોના બદલે પસ્તીમાં આપી દીધા હોવાનું જોવા મળ્યું છે.

પુસ્તકો વેચી કોણે રોકડી કરી

આ પસ્તીને કે.આર.ટ્રેડર્સ નામના ગોડાઉનમાં કરત કરવામાં આવે છે અને કતરનો દાડમના પેકિંગમાં તેનો ઉપયોગ થાય છે. ચાલુ વર્ષના નવા નકોર પાઠ્યપુસ્તકો કોણે પસ્તીમાં વેચી દઇને રોકડી કરી લીધી છે તેની તપાસ થવી જરુરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ કૃત્યથી પાઠ્યપુસ્તકોથી વંચીત રહ્યા છે અને તેના માટે જવાબદાર કોણ છે તેની તપાસ થવી જરુરી છે.

ઇનપુટ---યશપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો-----BHARUCH : 38 ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી કલેકટર કચેરીએ રામધૂનથી ગજવી

આ પણ વાંચો---SABARKANTHA: ભૂતપૂર્વ પદાધિકારીઓએ લોકો પાસેથી લાખો રૂપિયા લઈ પોતાનાં જ સગાંઓની ભરતી કરી !

આ પણ વાંચો---GANDHINAGAR :વિવિધ માંગણીઓને લઇને શિક્ષકો અને કર્મચારીઓનું પેન ડાઉન

Tags :
Advertisement

.

×