Banaskantha : કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, જાણો કોની દાવેદારી છે મજબૂત ?
- વાવ વિધાનસભા માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ (Banaskantha)
- કોંગ્રેસમાંથી 8 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી કરી
- સમાજની આશાને લઈને દાવેદારી કરી છે : ઠાકરસી રબારી
- વાવની પેટાચૂંટણીમાં સુભાષિનીબેનને જીતની ભેટ આપીશુંઃ ગેનીબેન
બનાસકાંઠામાં (Banaskantha) વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની (Congress) સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. લોકનીકેતન ખાતે યોજાયેલ આ સેન્સ પ્રક્રિયામાં AICC સેક્રેટરી સુભાષિની યાદવ (Subhashini Yadav), પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે (Chandanji Thakor) દાવેદારોની સેન્સ લીધા હતા. કોંગ્રેસમાંથી 8 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી કરી છે. ગુલાબસિહ રાજપૂત (Gulabsih Rajput), ઠાકરશી રબારી, કે.પી. ગઢવી (K.P. Garhvi) મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - Banaskantha : આ ગેનીબેન ઠાકોરનાં વર્ચસ્વની લડાઈ છે : સુભાષિની યાદવ
Vav Banaskantha Election: વાવ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે સાંસદ Geniben Thakor નું મોટું નિવેદન #Gujarat #Banaskantha #Vav #Election2024 #BJP #Congress #GenibenThakor #GujaratFirst pic.twitter.com/qTQWfL2BGq
— Gujarat First (@GujaratFirst) October 21, 2024
ગુલાબસિહ રાજપૂત, ઠાકરશી રબારી, કે.પી.ગઢવી મજબૂત દાવેદાર!
બનાસકાંઠાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. આજે વાવની લોકનીકેતન ખાતે પાર્ટીની સેન્સ પ્રક્રિયા યોજાઈ (Vav Assembly Election) હતી, જેમાં AICC સેક્રેટરી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દાવેદારોના સેન્સ લીધા હતા. આ ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ગુલાબસિહ રાજપૂત, ઠાકરશી રબારી અને કે.પી. ગઢવીની દાવેદારીને મજબૂત માનવામાં આવી રહી છે. જ્યારે કુલ 8 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી કરી છે. હવે, નિરીક્ષકો ઉમેદવારોનાં નામ પ્રદેશ કક્ષાએ મોકલશે.
આ પણ વાંચો -Vav Assembly: પેટાચૂંટણી મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, ઠાકોર સમાજના ઉમેદવારને લઈને તોડ્યું મૌન
ઠાકરસી રબારી અને ગેનીબેને કહી આ વાત
દરમિયાન, દાવેદારી નોંધાવનાર ઠાકરસી રબારીએ (Thakarshi Rabari) કહ્યું હતું કે, રબારી સમાજની આશા હતી કે તેઓ ચૂંટણી લડે. આથી, સમાજની આશાને લઈને દાવેદારી કરી છે. પક્ષમાં રહીને જે કામ કર્યું છે, તેનો બાયોડેટા નિરીક્ષકોને આપ્યો છે. મને અને સમાજને આશા છે કે ટિકિટ મળશે. જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) કહ્યું કે, છેલ્લી 4 ચૂંટણીમાં સમાજે ગરીબ દીકરીનો સાથ આપ્યો છે. ધારાસભ્ય તરીકે મારું રાજીનામું કલંક નહીં તમારા બધાનું સન્માન છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું તે ગૌરવનું રાજીનામું છે. ગેનીબેને આગળ કહ્યું કે, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પહેલીવાર આવ્યા ત્યારે તેમને ખાલી હાથ નહોતો મોકલ્યા. મને સાંસદ બનાવીને જનતાએ પ્રિયંકાજીને જીત અપાવી હતી. ત્યારે હવે વાવની પેટા ચૂંટણીમાં સુભાષિનીબેનને જીતની ભેટ આપીશું.
આ પણ વાંચો -Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સ


