Banaskantha : ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો, વહીવટી તંત્રે 21 શ્રમિકોના મોતની કરી પુષ્ટિ
- બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર
- ડીસાના દાનવ દીપક મોહનાણીને પોલીસે દબોચ્યો
- આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો
- દીપકના પિતા ખુબચંદ મોહનાણી હજુ પણ ફરાર
બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ડીસાના દાનવ દીપક મોહનાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપ દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો છે. ફટાકડાની ફેક્ટરીનો માલિક દીપક મોહનાણી છે. 2021 થી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી દીપક ચલાવતો હતો. ડીસા બ્લાસ્ટ કેસમાં હજુ દીપકનાં પિતા ખુબચંદ મોહનાણી હજુ પણ ફરાર છે.
19 લોકોની થઈ ઓળખ 2 લોકોની ઓળખ બાકી
ડીસા જીઆઈડીસામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે.જેમાંથી 19 લોકોની ઓળખ થઈ છે. જ્યારે બે લોકોની ઓળખ બાકી છે. મૃત્યકોના પીએમ પૂર્ણ થયા છે. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. શ્રમિકો મૂળ મધ્ય પ્રદેશનાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મધ્ય પ્રદેશથી SDM કક્ષાનાં અધિકારીઓ મૃતદેહો લેવા માટે નીકળ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, 2021 ની સાલમાં તેને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. ગોડાઈન તરીકે ઉપયોગ કરવા માટે. તેમજ 2024 ના ડિસેમ્બરમાં લાયસન્સ રીન્યુ માટે માંગ કરવામાં આવી હતી. પરંતું સ્થાનિક પોલીસ અને મામલતદારે તેની તપાસ કરી હતી. ધટના બની તે ગોડાઉનમાં અંદાજી 15 દિવસ પહેલા ફટાકડાનો ગેર કાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જીલ્લામાં અન્ય કોઈ આવા ગેરકાયદેસર ફટાકડાનાં ગોડાઉન છે કે નહી તેની તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી હાલત થઈ છે. ડીસામાં 21 લોકોનાં જીવ ગયા બાદ તંત્ર જાગ્યું છે. તેમજ ગેરકાયદેસર ગોડાઉન ધમ ધમે છે કે નહી તેની તપાસ માટે ટીમો કામે લાગી છે.
બનાસકાંઠા ડીસામાં આગની દુર્ઘટનામાં 18 ના મોત
મૃતકોના નામ
રાકેશ નાયક
સુરેશ નાયક
ડાલીબેન નાયક
કિરણબેન નાયક
રાધાબેન નાયક
વિજય નાયક
વિષ્ણુ નાયક
લખન ગંગારામ
ધનરાજ નાયક
કેસરબેન નાયક
સુનિતાબેન નાયક
રુકમા નાયક
અભિષેક નાયક
ક્રિષ્ના નાયક
મેહુલ લુહાર
ગુડ્ડીબેન નાયક
લક્ષ્મીબેન નાયક
અન્ય વ્યક્તિનાની ઓળખ નહી
ઈજાગ્રસ્તના નામ -
રાજેશ નાયક
બિટ્ટુ નાયક
નૈના નાયક
વિજય
શિલ્પાબેન
મુકેશ પરમાર
આ પણ વાંચોઃ Banaskantha: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે SIT ની રચના કરાઈ,CM એ કરી સહાયની જાહેરાત
પરિવાર થયો ફરાર
ગુજરાત ફર્સ્ટની ટીમ દિપક મોહનાણી ટ્રેડિંગ કંપનીના માલિકના ઘરે પહોંચી હતી. કંપનીના માલિકના એક પણ વ્યક્તિ જોવા મળ્યું ન હતુ. ખુબચંદ રેલુમલ મોહનાણી અને તેમના પુત્ર દિપક મોહનાણી તેમજ પરિવાર ઘરેથી ફરાર થઈ ગયો છે. પરિવારે ઘરે તાળુ મારવા પણ રહ્યો નથી. 21 લોકોના મોત થતા કંપનીના માલિક અને પરિવાર ફરાર થયો છે.
આ પણ વાંચોઃ ડીસા ફટાકડા ફેક્ટરીવાળો આરોપી Deepakkumar Mohnani ક્રિકેટ સટ્ટાનો પણ મહારથી
SITની રચના કરવામાં આવી: એસ.પી.
ડીસામાં બ્લાસ્ટ મામલે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, 22 લોકો ઘટના સમયે હાજર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ડોક્ટર દ્વારા 17 ની પુષ્ટિ કરવામાં આવી છે. તેમજ તમામ મૃતકો મધ્યપ્રદેશનાં વતની છે. તેમજ આરોપી દિપક અને તેનાં પિતાએ ફટાકડાનો સ્ટોક રાખ્યો હતો. પોલીસ દ્વારા બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની શોધખોળ માટે પોલીસની 5 ટીમો કામે લાગી છે. તેમજ એસઆઈટીની રચના કરી તપાસ આગળ વધારવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે SITની રચના કરવામાં આવી છે. 5 સભ્યોની કમિટી સમગ્ર મામલે તપાસ કરશે. ડીસા DySP સી.એલ.સોલંકીના અધ્યક્ષ હેઠળ તપાસ થશે. બનાસકાંઠા SOGના PI પણ તપાસ કરશે. પેરોલ સ્ક્વોડના PSI એન.વી રહેવરનો પણ તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. LCBના PSI એસ.બી રાજગોર પણ તપાસ કમિટીના સભ્ય છે.
આ પણ વાંચોઃ Kutch : સ્વામીનાં બફાટ સામે સાધુ સંતોનો વિરોધ, આવતીકાલથી મોગલધામના મહંત અનશન કરશે