Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: પાલનપુરમાં રખડતા પશુઓનો ત્રાસ, કોઈ કોન્ટ્રાક્ટ લેવા પણ તૈયાર નહીં!

Banaskantha: પાલનપુર નગરપાલિકા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે અનેક વખત ટેન્ડર બહાર પાડાયા કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ પણ કર્યું પરંતુ પશુ માલિકોનો વિરોધ અને ઢોર રાખવાની વ્યવસ્થા ના હોવાથી બધા કોન્ટ્રાક્ટર અધવચ્ચે જ ભાગી ગયા હવે રખડતા ઢોરોની સમસ્યા ક્યારે અને કેવી રીતે દૂર થશે? તેવા સવાલો થઈ રહ્યા છે.
banaskantha  પાલનપુરમાં રખડતા પશુઓનો ત્રાસ  કોઈ કોન્ટ્રાક્ટ લેવા પણ તૈયાર નહીં
Advertisement
  • પાલનપુર નગરપાલિકા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ
  • ઢોર રાખવાની વ્યવસ્થા ના હોવાથી કોન્ટ્રાક્ટર અધવચ્ચે જ ભાગી ગયા
  • પાલનપુર નગરપાલિકા રખડતા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ લેવા કોન્ટ્રાકટર તૈયાર નથી
  • ચીફ ઓફિસરે બેદરકાર પશુમાલીકોને જવાબદાર ગણાવ્યા

Banaskantha: સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ લેવા માટે કોન્ટ્રાક્ટરોની પડા પડી થતી હોય છે પરંતુ એક એવો કોન્ટ્રાક્ટ છે કે જેને લેવા માટે કોઈ તૈયાર જ નથી. બનાસકાંઠાની એક એવી નગરપાલિકા કે જે રખડતા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ લેવા કોન્ટ્રાકટર તૈયાર નથી. પાલનપુર નગરપાલિકા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે અનેક વખત ટેન્ડર બહાર પાડાયા કોન્ટ્રાક્ટરોએ કામ શરૂ પણ કર્યું પરંતુ પશુ માલિકોનો વિરોધ અને ઢોર રાખવાની વ્યવસ્થા ના હોવાથી બધા કોન્ટ્રાક્ટર અધવચ્ચે જ ભાગી ગયા હવે રખડતા ઢોરોની સમસ્યા ક્યારે અને કેવી રીતે દૂર થશે?  જોકે પાંજરાપોળ પશુ લેવા તૈયાર છે પરંતુ સરકારના નિયમની મડા ગાંઠને કારણે પાંજરાપોળમાં પણ પકડેલા પશુ રાખી શકતા નથી અને જેને કારણે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે.

પાલનપુર નગરપાલિકા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ

બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરા મોટા ભાગની નગરપાલિકાઓમાં રખડતા ઢોર પકડવાનું કોન્ટ્રાક્ટ લેતા લોકો મળતા જ નથી.અને કોન્ટ્રાક્ટર હોવા છતાં ઢોર રાખવાની જગ્યા નથી અને પાંજરાપોળ સ્વીકારતું નથી સાથે સાથે પશુપાલકોની દાદાગીરી અને પાલિકાનો પૂરતો સાથ ન મળતો હોવાને કારણે કામ અધવચ્ચે મૂકવું પડે છે. બનાસકાંઠામાં અત્યાર સુધીમાં રખડતા પશુઓના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે.

Advertisement

 Banaskantha- palanpur nagar palik- Gujarat first

Advertisement

પાલનપુર નગરપાલિકાના વિપક્ષના આક્ષેપ

અને અનેક લોકોને ગંભીર ઈજા થઈ ચૂકી છે. ગલી, શેરી રસ્તાબધે ઢોરનો ત્રાસ છે.નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકા ટેન્ડર તો પાડે છે, પણ કોન્ટ્રાક્ટરને પ્રોટેક્શન, જગ્યા કે સુવિધા કઈ જ આપતી નથી એટલા માટે કોઈ કોન્ટ્રાક્ટર આગળ આવતો નથી.પાલનપુર નગરપાલિકાના વિપક્ષનું કહેવું છે કે શહેરમાં અને બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરના લીધે અનેક અકસ્માતો થયા છે, લોકોના જીવ ગયા છે, પરંતુ સરકાર અને પાલિકા ગંભીરતા દાખવતી નથી.વિપક્ષનો આરોપ છે અકસ્માત થાય એટલે પાલિકા થોડા દિવસ કામ ઝડપી કરે છે પણ પછી ફરી માળીયે ચડાવી દે છે.

ચીફ ઓફિસરે બેદરકાર પશુમાલીકોને જવાબદાર ગણાવ્યા

પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે વાર્ષિક કોન્ટ્રાક્ટ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનામાં 150 થી વધુ ઢોર પકડાયા છે ઢોર જુદી જુદી ગૌશાળાઓમાં મોકલ્યા છે પરંતુ લંપીની મહામારી પછી પાંજરાપોળ પશુ સ્વીકારવામાં અચકાય છે ચીફ ઓફિસરે બેદરકાર પશુમાલીકોને જવાબદાર ગણાવ્યા છે કે તેઓ પોતાં પશુઓને રસ્તા પર છોડી દે છે.

પાંજરાપોળ સંચાલકોએ શું કહ્યું ?

પાંજરાપોળ સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પશુ સ્વીકારવા તૈયાર છે, પરંતુ નગરપાલિકા સરકારે નક્કી કરેલા ટેસ્ટિંગના નિયમોનું પાલન કરતી નથી રાત્રે પશુ મૂકી જવા આવે છે પશુઓનો નિભાવ ખર્ચ વધારવામાં નથી આવ્યો અને નગરપાલિકા નિયમ વિરુદ્ધ ઢોર મૂકવા આવે છે તેવા નિયમોનું પાલન ન કરતા હોવાથી તેઓ ઢોર સ્વીકારવામાં મુશ્કેલી અનુભવે છે.

banaskantha-Gujarat first

રખડતા પશુઓ કેમ નથી પકડવામાં આવતા ?

મહત્વની વાત છે કે ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રખડતા પશુઓ પકડવામાં આવી રહ્યા છે તો છેલ્લા કેટલાક સમયથી પાલનપુર વિસ્તારમાં બિનપ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે બપોર પછી બજારમાં નીકળીએ તો વાહનો કરતાં પશુઓ વધારે જોવા મળે છે તો પછી આ રખડતા પશુઓ કેમ નથી પકડવામાં આવતા એ પણ એક મોટો સવાલ છે ...

અહેવાલ:કમલેશ રાવલ

આ પણ વાંચો: junagadh: એક જ નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસ ઝડપાઈ, માલિક સામે ગુનો નોંધાયો

Tags :
Advertisement

.

×