Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha Rain : બનાસકાંઠાના વડગામમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત

બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદને જળબંબાકાર  વડગામ પંથકમાં 9 ઈંચ વરસાદથી ખેતરો ભરાયા  પાણી  બાજરી- મગફળીનો પાક પાણીમાં ગરકાવ Banaskantha Vadgam Rain Updates : ગુજરાતમાં ગઈકાલે જ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે હવામાન વિભાગ વિભાગ દ્વારા...
banaskantha rain   બનાસકાંઠાના વડગામમાં 9 ઈંચ વરસાદ  જનજીવન અસ્ત વ્યસ્ત
Advertisement
  • બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદને જળબંબાકાર 
  • વડગામ પંથકમાં 9 ઈંચ વરસાદથી ખેતરો ભરાયા  પાણી 
  • બાજરી- મગફળીનો પાક પાણીમાં ગરકાવ

Banaskantha Vadgam Rain Updates : ગુજરાતમાં ગઈકાલે જ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે હવામાન વિભાગ વિભાગ દ્વારા પણ અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વડગામ પંથકમાં 9 ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા હતા. પાકનું વાવેતર કરેલ ખેતરોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. પાણી ભરાતા બાજરી- મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. ફુવારા પણ પાણીમાં ડૂબ્યા હતા. ફુવારા નળીઓ તરતી જોવા મળી હતી. ચોમાસાની સીઝનમાં ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન થવા પામ્યું હતું.

Advertisement

ડીસા થી ભોંયણ માર્ગ પર ભરાયા પાણી

બનાસકાંઠાના ડીસા થી ભોંયણ માર્ગ પર પાણી ભરાયા હતા. ઘુંટણ સમા વરસાદી પાણી ભરાતા લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલ વેઠવાનો વારો આવ્યો હતો. ડીસામાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દર વર્ષે ચોમાસામાં રસ્તા પર વરસાદી પાણી ભરાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. તંત્રને વારંવાર રજૂઆત છતાં પાણીનો નિકાલ કરાતો નથી.

Advertisement

છાપી હાઇવે પર દુકાનોમાં પાણી ઘૂસ્યાં

બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. હાઇવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. છાપી હાઇવે પર આવેલી દુકાનો, હોટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર વધારે પડતું પાણી ભરાઇ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા.

આ પણ  વાંચો -Heavy Rain Alert : ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરાયા પાણી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા હતા. ગઠામણ પાટીયા નજીક પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. હાઈવે સર્વિસ રોડ ઉપર પાણીના નિકાલની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સામાન્ય વરસાદે વારંવાર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -Patan : સિદ્ધપુરમાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ખેતરમાં પાણી ઘૂસ્યાં, મકાન ધરાશાયી

માહિતી અનુસાર મોડી રાતથી ભારે વરસાદનો દોર ચાલુ રહેતા ખેતરો, માર્ગો, દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. એક મકાન ધરાશાયી થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. જોકે તેમ છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. વરસાદ બાદ પાણી ભરાયાની સ્થિતિનો સામનો કરવામાં તંત્ર બેદરકાર દેખાયું. જેને લઇને લોકોમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. ધારેવાડા અંડરપાસમાં બસ અને કાર ડૂબી જતાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×