Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh Earthquake: બાંગ્લાદેશમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, 10 લોકોના મોત, 100 ઘાયલ

બાંગ્લાદેશના (Bangladesh) ઢાકા નજીક 5.7 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો જેના કારણે થોડી જ સેકન્ડોમાં ઘણા પરિવારોના જીવન બરબાદ થઈ ગયા .શક્તિશાળી ભૂકંપના કારણે વ્યાપક વિનાશ થયો છે. અનેક ઇમારતો નમી ગઈ, દિવાલો ધરાશાયી થઈ છે તેમજ અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
bangladesh earthquake  બાંગ્લાદેશમાં 5 7ની તીવ્રતાનો ભૂકંપ  10 લોકોના મોત  100 ઘાયલ
Advertisement
  • બાંગ્લાદેશમાં (Bangladesh) ભૂકંપનો જોરદાર આંચકો
  • 5.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
  • ભૂકંપમાં 10 લોકોના મોત, 100 ઘાયલ
  • ભૂકંપના આંચકાથી અનેક ઇમારતોને નુકસાન

Bangladesh Earthquake: બાંગ્લાદેશની (Bangladesh) ધરતી જોરદાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. થોડીક જ સેકન્ડોમાં બાંગ્લાદેશમાં બધું બદલાઈ ગયું. ભૂકંપના આંચકા આવતા લોકો પોતાના ઘરો અને ઓફિસો છોડીને ભાગી ગયા, પરંતુ ઘણાને સ્વસ્થ થવાનો મોકો પણ ન મળ્યો. ઢાકા નજીક આવેલા 5.7 ની તીવ્રતાના ભૂકંપે એવી તબાહી મચાવી દીધી કે થોડીવારમાં ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. જોઈએ આ અહેવાલમાં કે આ ભૂકંપ કેટલું દુઃખ અને નુકસાન છોડી ગયો?

Advertisement

બાંગ્લાદેશમાં (Bangladesh) ભૂકંપનો જોરદાર આંચકો

શુક્રવારે (21 નવેમ્બર) બાંગ્લાદેશમાં ઢાકા નજીક 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 10 લોકો માર્યા ગયા અને 100 થી વધુ ઘાયલ થયા. કોલકાતા, પશ્ચિમ બંગાળના અન્ય ભાગો અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ સવારે 10:08 વાગ્યે, ઢાકાથી લગભગ 50 કિલોમીટર દૂર, નરસિંગડીથી 13 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Advertisement

લોકો પર અચાનક મકાન ધરાશાયી

ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ભૂકંપ દરમિયાન ઢાકાના બોંગશાલમાં એક ઇમારત પર રેલિંગ તૂટી પડતાં ત્રણ લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતો રસ્તા પર ચાલી રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન પાંચ માળની ઇમારતની રેલિંગ અચાનક તેમના પર પડી ગઈ હતી.

ભૂકંપની સૌથી વધુ અસર આ વિસ્તારમાં થઈ

ભૂકંપની સૌથી વધુ અસર ઢાકાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અનુભવાઈ હતી, જ્યાં જૂના અને નવા બંને ઘરોને ભૂકંપનો સૌથી વધુ ભોગ બનવું પડ્યું હતું. ઘણી દિવાલોમાં તાજી તિરાડો દેખાઈ, કેટલીક ઇમારતો પરથી પ્લાસ્ટર પડી ગયું, અને લોકો વિચાર્યા વિના શેરીઓમાં દોડી ગયા, પોતાને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, જૂના વિસ્તારોમાં બહુમાળી ઇમારતો પણ જોરદાર રીતે ધ્રુજી ઉઠી,જેનાથી લોકોનો ભય વધુ વધ્યો. અંદર, દિવાલો પર લટકાવેલા પંખા, કેલેન્ડર અને સુશોભન વસ્તુઓ જોરદાર રીતે ધ્રુજી ઉઠી, જાણે કે આખું શહેર એક ક્ષણ માટે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોય.

નિષ્ણાતોએ આપી ચેતવણી

ભૂકંપ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ તેના સક્રિય ટેક્ટોનિક ઝોનને કારણે હંમેશા મોટા ભૂકંપના જોખમમાં રહે છે. BUET ના પ્રોફેસર મેહેદી અહેમદ અન્સારીએ જણાવ્યું હતું કે 6 ની તીવ્રતાનો ભૂકંપ દેશની મોટાભાગની ઇમારતો ધરાશાયી થઈ શકે છે, તેથી આ ઘટના એક નોંધપાત્ર ભયનો સંકેત આપે છે.

આ પણ વાંચો :  PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ વચ્ચે જોહાનિસબર્ગમાં બેઠક, સંરક્ષણ અને વેપાર પર થઇ વાતચીત!

Tags :
Advertisement

.

×