BANGLADESH માં હિન્દુ ઉદ્યોગપતિની પથ્થર મારીને હત્યા, હત્યારાઓ મૃતદેહ પર નાચ્યા, ભયનો માહોલ
- બાંગ્લાદેશમાં હિન્દુ વેપારી પર બર્બરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
- મરતા સુધી માર માર્યો, બાદમાં મૃતદેહ પર પીશાચી નાચ કર્યો
- બાંગ્લાદેશની ગુપ્તચર એજન્સી પણ તપાસમાં જોડાઇ હોવાના પ્રાથમિક અહેવાલ
BANGLADESH : બાંગ્લાદેશમાં ફરી અરાજકતાભર્યો માહોલ છે, ત્યાં બનેલી એક ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ (BANGLADESH VIRAL VIDEO) થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હુમલાખોરોએ હિન્દુ ઉદ્યોગપતિ (HINDU BUSINESSMAN) લાલચંદ સોહાગને કોંક્રિટના સ્લેબથી માર માર્યો હતો અને તેનું મૃત્યુ ના થાય ત્યાં સુધી હેરહેમીપૂર્વક માર મારતા રહ્યા હતા. તેનો જીવ લીધા પછી પણ, હત્યારાઓની ક્રૂરતા બંધ થઈ ન્હતી. બાદમાં હુમલાખોરો તેના મૃતદેહ પર નાચતા જોવા મળ્યા હતા. આ હત્યાથી સમગ્ર બાંગ્લાદેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો, શનિવારે સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર પર ટોળાની હિંસા રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી
આ ઘટના બાદ બાંગ્લાદેશના ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને, બાંગ્લાદેશમાં એક ભંગાર વેપારીની હત્યાના સંદર્ભમાં રવિવારે દેશવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
હત્યા અત્યંત દુઃખદ અને બર્બર છે
અહેવાલ મુજબ, જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું હતું કે, 9 જુલાઈના રોજ મિટફોર્ડ હોસ્પિટલ નજીક લાલ ચંદ ઉર્ફે સોહાગની ક્રૂર હત્યા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ચૂંટણી પૂર્વે સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજધાની મિટફોર્ડમાં થયેલી હત્યા અત્યંત દુઃખદ અને બર્બર છે. સભ્ય સમાજમાં આવી ઘટનાઓ માટે કોઈ સ્થાન નથી. પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચ (DB) એ શનિવારે રાત્રે આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે.
કોઈને પણ છોડવામાં આવશે નહીં
તેમણે કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓ અન્ય આરોપીઓને પકડવા માટે અથાક મહેનત કરી રહી છે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં, પછી ભલે તેમની રાજકીય ઓળખ ગમે તે હોય. સરકાર માને છે કે ગુનેગારો ગુનેગાર જ હોય છે. કોઈપણ ગુનેગારને તેના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના છોડવામાં આવશે નહીં. કોઈપણ ગુનેગારને આશ્રય આપવામાં આવશે નહીં.
હુમલાખોરો તેના શરીર પર નાચતા હતા
આ ઘટના ગુરુવારે બની હતી અને જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મિટફોર્ડ હોસ્પિટલ નજીક રોજોની ઘોષ લેનમાં ભંગારના વેપારીને વ્યવસાયિક વિવાદ બાદ કોંક્રિટના ટુકડાઓથી માર મારવામાં આવી રહ્યો છે, અને તેના મૃત્યુની પુષ્ટિ થયા પછી હુમલાખોરો તેના શરીર પર નાચતા હતા.
આ પણ વાંચો ---- અમેરિકાના કેન્ટુકીમાં ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગ! 2 મહિલાના મોત, હુમલાખોર પણ ઠાર


