Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anil Ambaniની મુશ્કેલી વધી, બેંક ઓફ ઇન્ડિયાએ RCOMના એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યો, 700 કરોડના દુરૂપયોગનો આરોપ!

બેંક ઓફ ઇન્ડિયાએ Anil Ambani ના RCOM ના લોન ખાતાને છેતરપિંડીભર્યું જાહેર કર્યું છે,700 કરોડ લોનનો દુરુપયોગ કરવાના આરોપ લગાવ્યો છે
anil ambaniની મુશ્કેલી વધી  બેંક ઓફ ઇન્ડિયાએ rcomના એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યો  700 કરોડના દુરૂપયોગનો આરોપ
Advertisement

  • BOIએ RCOM ના લોન ખાતાને ફ્રોડ જાહેર કર્યો
  •  અનિલ અંબાણીનું નામનો પણ ઉચાપત કેસમાં સામેલ કરાયો
  • Anil Ambaniની ફરી મુશ્કેલી વધી

અનિલ અંબાણીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઇ રહી, ઇડી અને સીબીઆઇના દરોડા બાદ બેંક ઓફ ઇન્ડિયાએ કોમ્યુનિકેશન્સ (RCOM) ના લોન ખાતાને છેતરપિંડીભર્યું જાહેર કર્યું છે,700 કરોડ લોનનો દુરુપયોગ કરવાના આરોપ લગાવ્યો છે. બેંકે 2016 માં કથિત નાણાંની ઉચાપતનો ઉલ્લેખ કરીને ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીનું નામ પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ 2016 માં મૂડી અને કાર્યકારી ખર્ચ તેમજ જવાબદારીઓની ચુકવણી માટે RCOM ને 700 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. બેંકે કહ્યું કે ઓક્ટોબર 2016 માં આપવામાં આવેલી રકમનો અડધો ભાગ મંજૂર શરતોનું ઉલ્લંઘન કરીને FD માં રોકાણ કરવામાં આવ્યો હતો. આ લોન 30 જૂન, 2017 ના રોજ NPA બની ગઈ હતી અને બાકી રકમ 724.78 કરોડ રૂપિયા હતી.બેંકે લખ્યું, 'બેંક બાકી રકમ ચૂકવવા માટે દેવાદારો અને ગેરંટરોનો સંપર્ક કરી રહી છે. જોકે, તેઓ બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે અને આમાં બેદરકારી દાખવી છે.

Advertisement

Advertisement

  RCOM    રિલાયન્સ ટેલિકોમ લિમિટેડને પણ નોટિસ

રિલાયન્સ કોમ્યુનિકેશન્સની પેટાકંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ (RTL) ને પણ બેંક ઓફ ઈન્ડિયા તરફથી નોટિસ મળી છે, જેમાં તેના અને ભૂતપૂર્વ ડિરેક્ટર ગ્રેસ થોમસ અને અન્ય વ્યક્તિઓના લોન ખાતાઓને 'છેતરપિંડી' તરીકે દર્શાવવામાં આવ્યા છે.

RCOM  CBI એ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડ્યા

નોંધનીય છે કે આ કાર્યવાહી SBI દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) માં નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવી છે, જેમાં RCom અને અંબાણી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીને કારણે રૂ. 2,929.05 કરોડનું નુકસાન થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ બાદ, CBI એ શનિવારે RCom અને અંબાણીના નિવાસસ્થાન સાથે સંબંધિત પરિસરમાં દરોડા પાડ્યા હતા. અંબાણીના પ્રવક્તાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SBI દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ 10 વર્ષથી વધુ જૂની બાબતો સાથે સંબંધિત છે. તે સમયે અંબાણી કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને રોજિંદા સંચાલનમાં તેમની કોઈ ભૂમિકા નહોતી.

આ પણ વાંચો:     ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્નીને જીવતી સળગાવનાર Vipin Bhati ને પોલીસે પગમાં મારી ગોળી

Tags :
Advertisement

.

×