Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BCCI નું સુકાન મિથુન મનહાસને સોંપાયું, કેન્દ્રિય મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી

Mithun Manhas elected new BCCI president : વાર્ષિક સામાન્ય સભાના સમાપન બાદ, મનહાસને સત્તાવાર રીતે BCCI પ્રમુખ તરીકે નિયુક્તિ
bcci નું સુકાન મિથુન મનહાસને સોંપાયું  કેન્દ્રિય મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
Advertisement
  • આજે મુંબઇમાં એજીએમ મળી હતી, જેમાં નિર્ણય જાહેર કરાયો
  • પહેલી વખત કોઇ અનકેપ્ટન વ્યક્તિને મોટી જવાબદારી સોંપાઇ
  • કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી

Mithun Manhas elected new BCCI president : BCCI એ મિથુન મનહાસને (Mithun Manhas elected new BCCI president) તેના નવા પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. મિથુન મનહાસના નામની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી હતી, પરંતુ હવે તેમનું નામ પર અંતિમ મહોરા લાગી ચુકી છે. મિથુન મનહાસ દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટ રમ્યા છે. 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) ના સમાપન બાદ, મનહાસને સત્તાવાર રીતે BCCI પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડોડા જિલ્લા માટે કેવો ભાગ્યશાળી રવિવાર

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટર પર મિથુન મનહાસની (Mithun Manhas elected new BCCI president) BCCI પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. જિતેન્દ્ર સિંહે લખ્યું, "મિથુન મનહાસને સત્તાવાર રીતે નવા BCCI પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ડોડા જિલ્લા માટે કેવો ભાગ્યશાળી રવિવાર, જે જમ્મુ અને કાશ્મીરના સૌથી દૂરના વિસ્તારોમાંનો એક છે, જે સંયોગથી મારો ગૃહ જિલ્લો પણ છે. થોડા કલાકોમાં જ, કિશ્તવાડની પુત્રી શીતલ, વિશ્વ ચેમ્પિયન બની, અને તેના થોડા સમય પછી, મિથુન BCCI પ્રમુખ તરીકે ચૂંટાયા છે."

Advertisement

પહેલીવાર અનકેપ્ડ ખેલાડીને જવાબદારી સોંપાઇ

45 વર્ષીય મિથુન મનહાસ (Mithun Manhas elected new BCCI president) બીસીસીઆઈમાં ટોચના પદ પર બિરાજનારા ત્રીજા ક્રિકેટર બન્યા છે. તેમણે રોજર બિન્નીનું સ્થાન લીધું છે. આ પહેલા રોજર બિન્ની અને સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે મિથુન મનહાસ પ્રમુખ બનનારા પહેલા અનકેપ્ડ ખેલાડી છે.

Advertisement

મિથુન મનહાસનો ટુંકો પરિચય

મિથુન મનહાસનો (Mithun Manhas elected new BCCI president) જન્મ ૧૨ ઓક્ટોબર, ૧૯૭૯ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો અને તેમણે ૧૯૯૭-૯૮માં પ્રથમ શ્રેણીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ૧૫૭ પ્રથમ શ્રેણી મેચોમાં ૪૫.૮૨ ની સરેરાશથી ૯૭૧૪ રન બનાવ્યા હતા. તેમણે ૨૭ સદી અને ૪૯ અડધી સદી પણ ફટકારી હતી. તેમણે ૧૩૦ લિસ્ટ એ મેચોમાં ૪૧૨૬ રન બનાવ્યા હતા, જેમાં ૫ સદી અને ૨૬ અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે ૯૧ ટી-૨૦ મેચોમાં ૧૧૭૦ રન બનાવ્યા છે અને ૭૦ વિકેટ પણ લીધી છે. IPLમાં, તેણે દિલ્હી કેપિટલ્સ, પુણે વોરિયર્સ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું અને કુલ 55 મેચોમાં 514 રન બનાવ્યા છે.

આ પણ વાંચો -----  IND vs PAK: અભિષેક શર્મા તોડશે વિરાટ કોહલીનો મોટો કિર્તીમાન? વર્લ્ડ રેકોર્ડ પર પણ નજર!

Tags :
Advertisement

.

×