ભારત-ન્યુઝીલેન્ડ વ્હાઇટ બોલ સીરિઝ 2026 નું સમયપત્રક જાહેર
- તાજેતરમાં બીસીસીઆઇની એપેક્ષ કમિટીની મિટિંગ મળી હતી
- જેમાં વર્ષ 2026 મટે સમયપત્રક જાહેર કરવાની સાથે કમિટીની રચના કરાઇ
- બેંગલુરૂ જેવી ઘટના ટાળવા માટે કમિટી ગાઇડલાઇન તૈયાર કરશે
BCCI : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડના ભારતના પ્રવાસ માટે સફેદ બોલ સીરિઝનું વિગતવાર સમયપત્રક જાહેર કર્યું છે. આ પ્રવાસ 11 જાન્યુઆરી, 2026 થી 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે, જેમાં 3 ODI અને 5 T20 મેચો રમાશે. જેમાં ગુજરાતના બે શહેરોના ફાળે ઓડીઆઇ ફોરમેટની મેચ ગઇ છે.
🚨 NEWS 🚨
BCCI convened its 28th Apex Council Meeting on Saturday and made the following key decisions 👇
🔹 A committee to be constituted to formulate comprehensive guidelines aimed at preventing occurrences similar to the victory celebrations in Bengaluru. The committee will… pic.twitter.com/FXEqMO5gU4
— BCCI (@BCCI) June 14, 2025
2026માં ભારતીય ટીમ માટે આ પ્રથમ સીરિઝ હશે
આ સીરિઝ ભારતીય ટીમ માટે, ખાસ કરીને T20 ફોર્મેટમાં, ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે તે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે એક મજબૂત તૈયારીનું પ્લેટફોર્મ પૂરું પાડશે. 2026માં ભારતીય ટીમ માટે આ પ્રથમ સીરિઝ હશે. જોકે, 2025નું વર્ષ ટીમ ઈન્ડિયા માટે અત્યંત વ્યસ્ત રહેવાનું છે, જેમાં જૂનથી ડિસેમ્બર 2025 દરમિયાન ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે.
ભારત-ન્યુઝીલેન્ડ સીરિઝનું સંપૂર્ણ સમયપત્રક (જાન્યુઆરી 2026):
ODI સીરિઝ:
પ્રથમ ODI: 11 જાન્યુઆરી 2026 – બરોડા
બીજી ODI: 14 જાન્યુઆરી 2026 – રાજકોટ
ત્રીજી ODI: 18 જાન્યુઆરી 2026 – ઇન્દોર
T20 સીરિઝ:
પ્રથમ T20: 21 જાન્યુઆરી 2026 – નાગપુર
બીજી T20: 23 જાન્યુઆરી 2026 – રાયપુર
ત્રીજી T20: 25 જાન્યુઆરી 2026 – ગુવાહાટી
ચોથી T20: 28 જાન્યુઆરી 2026 – વિઝાગ
પાંચમી T20: 31 જાન્યુઆરી 2026 – ત્રિવેન્દ્રમ
ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં બીસીસીઆઇની એપેક્ષ બોડીની મિટીંગ મળી હતી. જેમાં આઇપીએલ ટ્રોફીની જીત બાદ ઉજવણીમાં બેંગલુરૂમાં સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા દુર્ઘટના અટકાવવા માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવશે. જેથી આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં રોકી શકાશે. આ કમિટીના ચેર પર્સન દેવાજીત સાઇકીયા, અને મેમ્બર પ્રભતેજસિંઘ ભાટીયા અને રાજીવ શુક્લા છે.
આ પણ વાંચો --- WTC Final : દક્ષિણ આફ્રિકા WTCનું નવું ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું


