BCCIએ IPL વચ્ચે ટીમ ઈન્ડિયાના કિટ સ્પોન્સર બદલ્યા, જય શાહે કરી જાહેરાત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમના નવા કિટ સ્પોન્સર તરીકે જર્મન સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના...
Advertisement
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમના નવા કિટ સ્પોન્સર તરીકે જર્મન સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે 22 મેના રોજ આ માહિતી આપી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલ મેચમાં જોવા મળશે નવો લોગો
હાલમાં, ભારતીય ટીમની કીટ સ્પોન્સર કિલર જીન્સ છે, જેનો કોન્ટ્રાક્ટ 31 મેના રોજ સમાપ્ત થશે. આ પછી WTC ફાઇનલ મેચની ભારતીય ટીમની જર્સી પર એડિડાસનો લોગો દેખાશે. ભારતીય ટીમને ઓવલ મેદાન પર 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે રમવાનું છે.
I'm pleased to announce @BCCI's partnership with @adidas as a kit sponsor. We are committed to growing the game of cricket and could not be more excited to partner with one of the world’s leading sportswear brands. Welcome aboard, @adidas
— Jay Shah (@JayShah) May 22, 2023
કિલર જીન્સને ટૂંકા ગાળા માટે ભારતીય ટીમના કિટ સ્પોન્સર તરીકે સાઈન કરવામાં આવી હતી. કિલર પહેલા એમપીએલ ભારતીય ટીમની કીટ સ્પોન્સર હતી. BCCI સેક્રેટરીએ એડિડાસના નામની જાહેરાત કરવાની સાથે ખુશી પણ વ્યક્ત કરી હતી.
જય શાહે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે BCCI એ ભારતીય ટીમના આગામી કિટ સ્પોન્સર તરીકે Adidas સાથે જોડાણ કર્યું છે. અમે ક્રિકેટની રમતને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ વેર કંપની સાથે જોડાણ કરીને અમને આનંદ થાય છે.
કિટ સ્પોન્સરને માત્ર 5 મહિના માટે કિલર બનાવવામાં આવ્યો હતો
ભારતીય ટીમના કિટ સ્પોન્સર તરીકે, MPL એ વર્ષ 2023 ના અંત સુધી BCCI સાથે જોડાણ કર્યું હતું. પરંતુ તેણે આ કોન્ટ્રાક્ટ અધવચ્ચે જ ખતમ કરવાનો નિર્ણય કર્યો. આ પછી, બીસીસીઆઈએ કિલર જીન્સ સાથે માત્ર 5 મહિના માટે કીટ સ્પોન્સર તરીકે જોડાણ કર્યું. અત્યાર સુધી, BCCI દ્વારા એડિડાસ સાથેના કરારની રકમ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અગાઉ, MPL ભારતીય બોર્ડને મેચ દીઠ 65 લાખ રૂપિયા ચૂકવતું હતું.
Advertisement


