હવે થઇ જાઓ સાવધાન ! કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજે કેટલા નોંધાયા કેસ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકો સમજીને બેઠા હતા કે કોરોના ભૂતકાળ બની ગયો પણ તે આજે એકવાર ફરી નવા વેરિઅન્ટ સાથે પોતાનો ડર ફેલાવવા માટે આવી ગયો છે. હવે શાંતિથી જીવવું છે તો થઇ જાઓ સાવધાન, કારણ કે કોવિડના સક્રિય કેસોની સંખ્યા દરરોજ વધવા લાગી છે. દેશમાં કોરોનાવાયરસ ધીમે ધીમે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 797 નવા કેસ નોંધાયા છે, જે સાત મહિનામાં સૌથી વધુ છે.
કોરોનાના કેસોને હળવાશમાં ન લો
અત્યાર સુધી તમે કોરોનાવાયરસના કેસોને હળવાશમાં લીધા હશે પણ હવે તેનાથી સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કેરળમાં બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં 129 કેસ નોંધાયા છે. અગાઉ, દેશમાં 18 મે, 2023 ના રોજ સૌથી વધુ કોવિડ દૈનિક કેસ નોંધાયા હતા, જ્યારે 865 કેસ નોંધાયા હતા. 5 ડિસેમ્બર સુધી દેશમાં દૈનિક કેસોની સંખ્યા બે આંકડામાં હતી. પરંતુ જેમ જેમ કોરોના JN.1 નું નવું વેરિઅન્ટના કેસ વધ્યા છે તેમ તેમ કેસની સંખ્યા પણ વધવા લાગી છે.
કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં થયો વધારો
ગયા અઠવાડિયે, દેશમાં તાજા કોવિડ કેસોની દૈનિક સંખ્યા 752 હતી, જે 22 ડિસેમ્બરના રોજ નોંધાયેલું ઉચ્ચતમ સ્તર હતું. આ અઠવાડિયે, શનિવાર 30 ડિસેમ્બરે, સૌથી વધુ 797 કેસ નોંધાયા હતા. જે દર્શાવે છે કે સંક્રમણની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. પરંતુ ડોકટરોના જણાવ્યા મુજબ, હવે આપણે આ અંગે સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. 28 ડિસેમ્બર 2023 સુધીમાં, દેશમાં કોરોના વાયરસ સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 145 કેસ નોંધાયા હતા. મંત્રાલયના સવારના બુલેટિનમાં જણાવાયું છે કે નવા કેસ સાથે દેશમાં સક્રિય કેસનો ભાર વધીને 4,091 થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,33,351 થઈ ગયો છે.
આ પણ વાંચો - દેશભરમાં કોરોનાનો કેર! નવા 702 કેસ નોંધાયા, 24 કલાકમાં 6 લોકોના મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


