Priyankaને સંસદના ગેટ પર રાહુલે કેમ રોક્યા...? જુઓ Video
- પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકસભામાં વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા
- સંસદમાં પ્રવેશતા પહેલા ભાઇ રાહુલ ગાંધીએ સંસદના ગેટ પર પ્રિયંકાને રોક્યા
- રાહુલે ગેટ પર પોતાના મોબાઇલ ફોનમાં બહેન પ્રિયંકાનો ફોટો લીધો
Priyanka Gandhi Lok Sabha MP : પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Lok Sabha MP, ) એ ગુરુવારે સવારે લોકસભામાં વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા હતા. સાડી પહેરીને આવેલી પ્રિયંકાએ પોતાના હાથમાં બંધારણ સાથેના શપથ વાંચ્યા હતા. શપથ ગ્રહણ કરતી વખતે પ્રિયંકાએ કહ્યું, 'હું, પ્રિયંકા ગાંધી વાડ્રા, લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈને, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. હું ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અકબંધ રાખીશ અને હું જે પદ ધારણ કરવાની છું તેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવીશ. જય હિંદ!'
રાહુલે ગેટ પર પોતાના મોબાઇલ ફોનમાં બહેન પ્રિયંકાનો ફોટો લીધો
Proud Brother ❤️ pic.twitter.com/InNUypMxce
— Congress (@INCIndia) November 28, 2024
પ્રિયંકા તેમની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ સાથે સંસદ પહોંચ્યા હતા. રાહુલ સંસદના ગેટ પર રોકાયા અને પ્રિયંકાનો ફોટો પા઼ડ્યો હતો. પ્રિયંકાને શપથ લેતા જોવા માટે તેમનો પુત્ર રેહાન અને પુત્રી મીરાયા પણ સંસદ પહોંચ્યા હતા. પ્રિયંકા નેહરુ-ગાંધી પરિવારની ત્રીજા સભ્ય છે જે વર્તમાન સંસદનો ભાગ બન્યા છે. તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે અને ભાઈ રાહુલ રાયબરેલી, યુપીથી લોકસભાના સાંસદ છે. રાહુલ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ સંભાળે છે.
આ પણ વાંચો----Priyanka Gandhiએ લીધા લોકસભાના સાંસદ તરીકેના શપથ
આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું
શપથ લીધા બાદ પ્રિયંકા ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું અને ગૃહમાં વિપક્ષના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ પણ હાથ જોડી પ્રિયંકાના અભિવાદનને સ્વીકાર્યું.
#WATCH | Congress leader Priyanka Gandhi Vadra takes oath as Member of Parliament in Lok Sabha
(Video source: Sansad TV/YouTube) pic.twitter.com/eaLJzpTY2y
— ANI (@ANI) November 28, 2024
સંસદમાં ગાંધી પરિવારના 3 સભ્યો
આ પહેલીવાર છે જ્યારે સંસદમાં ગાંધી-નેહરુ પરિવારના ત્રણ સભ્યો હશે. પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય છે. પ્રિયંકાએ વાયનાડ લોકસભા પેટાચૂંટણી ચાર લાખથી વધુ મતોના માર્જિનથી જીતી હતી. તે પ્રથમ વખત કોઈપણ ગૃહના સભ્ય બન્યા છે. તેણીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી પાર્ટીના મહાસચિવ તરીકે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો----Eknath Shindeના સાંસદ પુત્રએ લખેલી પોસ્ટથી નવાજૂનીના સંકેત..


