IPL ની સેમીફાઈનલ પહેલા કેબિનેટ મંત્રી કંટાળ્યા, કહ્યું- ટિકિટ માટે લોકોએ મને...
IPL હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુક્યું છે. આજે શુક્રવારના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે મેચ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ પહેલા જ ફાઈનલમાં પહોંચી ચુકી છે. આજની મેચ અને ફાઈલ બંને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેની ટિકિટ મેળવવા ફેન્સ સ્ટેડિયમ સુધી પહોંચવા લાગ્યા છે. વળી આ વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, સેમીફાઈનલ મેચની ટિકિટ માટે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને લોકો ફોન કરીને પરેશાન કરી રહ્યા છે.
સેમીફાઈનલની ટિકીટ માટે એક પછી એક ફોન આવતા મંત્રી કંટાળ્યા
આજે IPL ની સેમીફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેની ટિકીટ માટે કેબિનેટ મંત્રી રાઘવજીને લોકોએ એટલા બધા ફોન કર્યા છે કે તેઓ ખૂબ જ કંટાળી ગયા છે. આ વિશે તેમણે પોતે રાજકોટમાં જાહેર મંચ પરથી કહ્યું હતું. મંત્રીએ કહ્યું કે, લોકોએ મને મેચ જોવા ખૂબ ફોન કર્યા છે. વિશ્વના સોથી મોટા સ્ટેડિયમમાં મેચની ટિકીટ માટે લોકોએ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ફોન કરતાં મંત્રી કંટાળી ગયા છે. તેથી રાજકોટમાં જાહેર મંચ ઉપરથી મંત્રીએ કહ્યું છે કે, લોકોએ મેચ જોવા બહુ ફોન કર્યા છે. ટિકીટ આપો ટિકીટના ફોન બહુ આવ્યા છે. તેમણે કહ્યું કે, મને આજે ખૂબ જ આનંદ થાય છે કે જે રમત ભારતના દરેક યુવાનોમાં એટલી લોકપ્રિય છે કારણ કે હું ગઇકાલે ગાંધીનગર ગયો હતો ત્યારે મને આજે જે IPL ની સેમીફાઈનલ મેચ રમાવાની છે તેની ટિકીટ માટે એટલા બધા ફોન આવ્યા કે તમે કલ્પના પણ ન કરી શકો. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જો આખે આખું ફૂલ થઇ જાય અને છતાય દર્શકોને ટિકીટ ન મળે તેટલો બધો ક્રિકેટનો ક્રેઝ છે અને તેની સાથો સાથ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઈતિહાસ છે તે આ ક્રિકેટ સાથે જોડાયેલો છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના ક્વોલિફાયર-2માં આજે (26 મે) ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઈટન્સને ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રોહિત બ્રિગેડે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 81 રને જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો - આ વીડિયો જોયા બાદ તમને પણ ખ્યાલ આવી જશે કે કેમ ધોની લોકોનો ફેવરિટ ખેલાડી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


